________________
[૨૭૮ ]
શ્રી મહાવીર જીવનચેત દેવતાઓ વિશેની શંકા બેટી છે. આ સમવસરણમાં બેઠેલા અનેક દેવને તમે જોઈ શકે છે. વેદપને સત્ય અર્થ સમજ્યા વગર તમે શંકાશીલ બન્યા છે. “માપમાન ” ઈત્યાદિ કૃતિવચનો દેવત્વને નિષેધ નથી કરતા. પણ એની અનિત્યતા બતાવે છે. દેવ ગમે તેટલા લાંબા આયુષ્યવાળા હેય તે પણ આખરે તે એ નામશેષ બની જાય છે. પુણ્ય ખતમ થતાં દેવભવથી ઍવીને અન્ય ગતિમાં ચાલ્યા જતાં હોવાથી દેવત્વની પ્રાપ્તિમાં લેભાવવા જેવું નથી. એવું બતાવે છે. કદાચ તમે એવું કહે કે દેવે છે તે આવતા કેમ નથી ? તે એને જવાબ એ છે કે દેવે પુણ્ય વિલાસી હોવાથી પોતાના દેવી વૈભવમાં જ વ્યગ્ર હોય છે. તેમ મનુષ્યલોકની અસહ્ય દુગધથી અહીં આવી શકતા નથી. છતાં તીર્થકરોના પાંચે કલ્યાણક ઉજવવા કે કેાઈ ધમી આત્માના આકર્ષણથી દેવે અવની પર ઉતરે છે અને પિતાનું ભકિતકા બજાવે છે. ” પ્રભુના આવા ખુલાસાથી શંકાથી નિવૃત્ત થયેલા મૌર્યપુત્ર સમ્યભાવ ધારણ કરી પ્રભુના સાતમા શિષ્ય થયા. તેમની સાથે તેમને વિદ્યાર્થીગણ પણ જોડાયે. તે પછી પ્રભુ પ્રેમાળ નયને અકલ્પિત તરફ નિરખતાં બેલ્યાઃ “અકલ્પિત! નારકના જીવે અહીં દેખાતા ન હાવ થી તમને નરક વિષે શંકા જાગી છે. પણ દેવાનુપ્રિય ! એ જ તે અત્યંત પાપના ઉદયથી માત્ર દુઃખ ભોગવવા સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ જ કરી શકતા નથી. તમે વેદવચનથી નારકી નથી એવું ગ્રહણ કર્યું. બીજા વેદવચનથી શૂદ્રનું અન્ન ખાનાર નરકમાં જાય છે, એ જાણ્યું, એવા વિરૂદ્ધ, વચનથી શંકાગ્રસ્ત થયા; પણ સૂક્ષ્મ ચિંતન કર્યું
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org