________________
--
જય જયકાર
[ ર૭૭ ] કર્મો સાથે બંધાયેલ છે. જેમ ખાણમાં ઉત્પન્ન થયેલ સુવર્ણ માટીમય હોય છે પણ અગ્નિના સંગથી એ બન્ને અલગ થાય છે, ત્યારે માટી એ માટી તરીકે અને સુવર્ણ એ સુવર્ણ તરીકે સિદ્ધ થાય છે. પછી એ સુવર્ણ કદી માટી રૂપે પરિણમતું નથી. તેમ આત્મા તપ ત્યાગ ધ્યાન વગેરે આંતરિક ભાવથી કર્મથી મુક્ત થઈ સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે અને મોક્ષમાં જાય છે. એટલે આત્માને કર્મ છે અને મોક્ષ પણ છે, એવું નિશ્ચિત થાય છે.”
પ્રભુ મહાવીરના મુખથી કર્મના બંધ મક્ષની વ્યાખ્યા સાંભળી આર્યમંડિતના અજ્ઞાન અંધારા વિલય પામી ગયા, તેમના અંતરમાં સમકિતને સૂર્ય ઝળહળવા લાગ્યા. નિર્ચન્વધર્મને સાર સાંભળી શિષ્ય પરિવાર સાથે પ્રભુના ચરણમાં દીક્ષિત બન્યા અને પ્રભુના છઠ્ઠા શિષ્ય તરીકે જીવનનું સૂકાન પ્રભુને સોંપ્યું.
પછી પ્રભુના પૂનિત પ્રભાવથી આકર્ષિત થયેલા મૌર્ય. પુત્ર પંડિત પ્રભુની સામે આવી ઉભા. પ્રભુએ તેમને નેહથી બેલાવતાં કહ્યું “મૌર્યપુત્ર! તમને દેવ છે કે નહિ? એવી શંકા પડી છે ને ?”
મૌર્યપુત્રઃ “હા સ્વામિન! વેદમાં આવેલા પદના અર્થ મુજબ સ્વર્ગનું અસ્તિત્વ સિદ્ધ થતું નથી. બીજી બાજુ સ્વર્ગની ઇચ્છાવાળાએ અગ્નિહોત્ર નિત્ય કરે. આથી હું દ્વિધામાં પડ્યો કે સાચું શું?”
પ્રભુએ તેની શંકા દૂર કરવા પ્રકાણ્યું: “ભાઈ ! તમને
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org