________________
[ ર૭૬ ]
શ્રી મહાવીર જીવનત સાથે આય સુધમ શ્રમણધર્મ સ્વીકારી પ્રભુના પાંચમા શિષ્ય બન્યા. તેમના હદયમાં સમ્યકત્વભાવ ઉભરાયે. - આર્ય સુધર્મ પ્રભુના શરણે સમાઈ ગયા પછી પોતાની માનસિક શંકા નિવારવા આવેલા આર્યમંડિતને પ્રભુએ પ્રેમથી સત્કારતાં કહ્યું: “આર્યમંડિત ! તમને આત્માના બંધ અને મેક્ષ વિષે શંકા છે ને ?” મંડિતે કહ્યું: “જી હા, મારી એવી માન્યતા છે કે સફટિક જેવા નિર્મળ આત્માને કર્મો બાંધવા, જુદા જુદા રૂપે સંસારમાં ભટકવું, અને ધર્મની આરાધના કરી કર્મથી મુક્ત થવા પ્રયત્ન કરે, આવું કરવાની જરૂર શું ? શાસ્ત્રમાં પણ આત્માને અબદ્ધ, ત્રિગુણતિત અને વિભુ બતાવ્યા છે. તેમ બીજી બાજુ મોક્ષની ઈચ્છાવાળા આત્માએ “યજ્ઞાદિ ધર્મક્રિયાઓ કરવી જોઈએ એવું પરસ્પર વિરૂદ્ધ ખ્યાન હોવાથી હું શંકાશીલ બન્યું કે આત્માને બંધમેલ છે કે નહિ?” મહાવીર પ્રભુએ પ્રસન્ન વદને પ્રત્યુત્તર આપતાં કહ્યું: “દેવાનુપ્રિય ! તમે એ શ્રુતિવાક્ય યથાર્ય સમજ્યા નથી. એ શ્રુતિપદોને અર્થ સિદ્ધ આત્માને લાગુ પડે છે. બધા આત્માઓને નહિ.”
મંડિતઃ “સિદ્ધ આત્મા એટલે?”
પ્રભુ દેવાનુપ્રિય! કર્મથી મુક્ત થઈને મુક્તિમાં ગયેલા આત્માઓને સિદ્ધ કહેવાય છે. કર્મથી બંધાયેલા અને સુખ દુઃખને અનુભવતા આત્માએ સંસારી કહેવાય છે.”
તે પછી એ નિર્મળ સ્ફટિક જે આત્મા કર્મથી બંધાયે શા માટે?” મંડિતે પૂછ્યું.
પ્રભ બાલ્યાઃ “વિદ્ધન મિત્ર! આત્મા અનાદિથી
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org