________________
[ ૭૪ ]
શ્રી મહાવીર જીવનત પડે છે. તેમ શરીરની હલન ચલન આદિ કિયાથી આત્મા છે એમ માનવું જ પડશે. તલના દાણેદાણે તેલ છે તે તેને સમૂહ રીતે પીલવાથી તેલ નીકળે છે. પણ રેતીના એકે કણમાં તેલ નથી; તે રેતીને ગમે તેટલી પીલશે તો યે તેલ નીકળ વાનું નથી જ. તેમ જડ શરીર ચેતન સ્વરૂપ કદિ પણ ન બની શકે ! તેમ બન્ને વચ્ચે કાર્યકારણુભાવ સિદ્ધ થતો હોવાથી આત્મા અને શરીર અને જુદા જ છે.” પ્રભુની આવી સરલ સમજુતીથી શંકારહિત બનેલા વાયુભૂતિએ પ્રભુને સિદ્ધાંત સ્વીકારી લીધો અને શિષ્ય પરિવાર સાથે સંયમ સ્વીકારી પ્રભુના ત્રીજા શિષ્ય બની ગયા.
આ જોઇ ચેથા વ્યક્ત પંડિતને વિચાર થયે કે શ્રી મહાવીર સર્વજ્ઞ છે એમાં જરાય શંકા નથી. કારણ કે પ્રત્યક્ષ વેદમૂતિ સમા ઈન્દ્રભૂતિ વગેરે ત્રણે ભાઈઓ જેમના શિષ્ય થયા, એ મારા પણુ ગુરુ થાએ એ નિર્ણય કરી પ્રભુ પાસે પહોંચ્યા. સમવસરણ વગેરે દિવ્ય રચના અને પ્રભુના દર્શન કરી આનંદિત બન્યા. પ્રભુએ પણ તેમને પ્રેમથી
લાવ્યાઃ “આર્ય વ્યક્ત ! તમને આ જગત સત્ છે કે અસત્ ” એવી શંકા જાગી છે. એક બાજુ વેદવાક્ય જગતને સ્વપ્ન સરખું જણાવે છે, બીજી બાજુ બીજુ વેદવાક્ય જગતના પદાર્થોનો સ્વીકાર કરે છે. આ કારણથી તમે મુંઝવણમાં પડ્યા કે સ્વપ્ન સરખું છે કે સત્ય ? પણ જગતને સ્વપ્ન સરખું જણાવનારા વેદ વચનનો સાચો અર્થ તમે સમજ્યા નથી. એ વેદપદ વિધિ વાક્ય નથી પણ ઉપદેશ વાક્ય છે. એનો સાચો અર્થ આ રીતે છે કે આ ધન, યૌવન, જીવન, પરિવાર વગેરે પર મેહ રાખી સંસારી જીવ પિતાનું કલ્યાણ ચૂકી જાય છે. એમાં સુખના પ્રલોભનથી પિતાનું હિત શેમાં
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org