________________
[ ર૭૨ ]
શ્રી મહાવીર જીવન જીત - પ્રભુએ પ્રકાણ્યું “ભાઈ ! જેવી રીતે અરૂપી આકાશમાં રૂપી પદાર્થો સમાય છે તેમ અરૂપી અને ચેતન સ્વરૂપી એવા આત્માની સાથે રૂપી અને જડ કમે અનાદિથી સંબદ્ધ થયેલા છે. વળી બ્રાહ્મી જેવી ઔષધીઓ તથા મદિરા જેવા માદક પદાર્થો આમા પર સારી ખોટી અસર કરે છે તેમ શુભ અને અશુભ કર્મોનો પ્રભાવ આત્મા પર પડે છે. તેથી જ સંસારમાં સુખી અને દુઃખી, ઉંચ અને નીચ વગેરે વિચિત્રતાઓ સરજાણું છે. ” પ્રભુની આવી જ્ઞાન સભર વાણીથી અગ્નિભૂતિ પંડિતનો સંશય છેદાઈ ગયે. પ્રભુની મિષ્ટ વાણીવર્ષોથી તેની ઈર્ષ્યા શમી ગઈ અને પ્રતિજ્ઞા મુજબ પ્રભુના શિષ્ય થવા તૈયાર થયા. તેમની સાથે તેમનો વિદ્યાર્થીવર્ગ પણ જોડાઈ ગયો. પ્રભુએ વેદના પદેથી જ તેમને સંશય છેદી રૂાાનમાં અદ્વિતીય એવા અગ્નિભૂતિને પિતાને દ્વિતીય શિષ્ય બનાવ્યા. અને તેની હૃદયભૂમિમાં બેધિબીજનું વપન કર્યું.
અગ્નિભૂતિ મહાવીરને શિષ્ય બની ગયા, એ વાત સાંભળી મિલના યજ્ઞમંડપમાં મહેમાન તરીકે આવેલા બધા બ્રાહ્મણ પંડિતોના ગર્વને ચૂરેચૂર થઈ ગયે! અને શ્રી મહાવીર જ સાચા સર્વા છે એ વિશ્વાસ દરેકના દિલમાં જાગ્રત થઈ ગયા. તેમના નાના ભાઈ વાયુભૂતિ ગૌત્તમ તેમજ અન્ય વિદ્વાન પંડિતોને પ્રભુ મહાવીર પાસે જવાની, તેમને નજરે જોવાની ઉત્કંઠા જાગી. તેમના જ્ઞાન અને વૈરાગ્યની પરીક્ષા કરવાનું સૌને મન થઈ ગયું અને પોતપિતાના શિષ્ય પરિવાર સાથે મહસેન વન તરફ જવા તૈયાર થયા.
સૌથી પહેલા વાયુભૂતિ પિતાના શિષ્ય પરિવાર સાથે
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org