________________
[ ર૭૦ ]
શ્રી મહાવીર જીવનત અભિમાનથી પગ પછાડીને ઊભા થતા બેલ્યા... “અરે.... અરે....એ ઈન્દ્રજાલિકે મારા મોટા ભાઈને ફસાવ્યું...માયાથી જીતી જનારા એ માયાવીને પરાજિત કરી મારા મેટા ભાઈને હું હમણાં જ ત્યાં જઈ તેના પંજામાંથી છોડાવી લાવું !” આખા યજ્ઞમંડપમાં સન્નાટો છવાઈ ગયે ! હિજારો બ્રાહ્મણ, પંડિતે હાજર રહેવા છતાં ઇન્દ્રભૂતિ વિના આ યજ્ઞક્રિયા નિષ્ફળ જશે એ મિલને ભય લાગે. અનગલ પૈસે ખરચીને તેણે મેટે પાયે યજ્ઞ આરંભે, મેટી કીતિની આશાએ તેણે દૂરદૂર દેશેથી મેટા મેટા પંડિતોને બોલાવ્યા. બ્રહ્મસમાજમાં અગ્રગણ્ય ઈન્દ્રભૂતિ જેવા પંડિત રત્નોને તેડાવ્યા અને પિતાના આંગણે યજ્ઞમહોત્સવ માંડ્યો. આ ભવમાં યશ અને કીતિ અને પરભવમાં સદ્ગતિ મેળવવા માટે લખ લુંટ લમી ખરચી રહ્યો હતો. તેને આ બધા લાભ હાથમાંથી સરી જતા લાગ્યા !
અગ્નિભૂતિ પાંચ શિખ્યા સાથે ધમધમ ધરતી ધ્રુજાવતા મોટા ભાઇને છોડાવવા ચાલ્યા ! યજ્ઞમંડપમાંથી નીકળ્યા તે ઉત્સાહભેર પણ જેમ જેમ મહુસેન વન નજીક આવતું ગયું તેમ તેમ તેમને ઉત્સાહ મંદ પડતે ગયે ! અને દૂરથી સમવસરણ ભૂમિ વિકી, નજીક જઈને તેની અભુત શોભા નિરખી વાત્સલ્યવારિધિ મહાવીરને જોયા. અને નત મસ્તકે સાધુવેશમાં બેઠેલા પિતાના મોટા ભાઈ ઈદ્રભૂતિને તેમજ ઈન્દ્રો વગેરેથી મંડિત વ્યાખ્યાનસભાને જોતાં જ તેમને રહ્યો સહ્યો ઉત્સાહ પણ ઓસરી ગયે! સમવસરણની સોપાનશ્રેણ ચડતાં પગ ભારે ભારે થઈ ગયા. ભાઈને પાછા લઈ જવાને ઓરતે મનમાં જ સમાઈ ગયે! જેશ ઠડે પડી ગયે અને રેષના તો રામ રમી ગયા ! અગ્નિભૂતિ દરવાજામાંજ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org