________________
--
અહિંસા ધર્મને ઝંડે
[ ૨૬૯ ] ક્રિયાઓ કરી રહ્યા છે એ કોના માટે ? પુણ્ય અને પાપનું પાત્ર કોને સ્વીકારશે ? આ બધી કિયાએ છે તે તેના કર્તા તરીકે કોને સ્વીકારશે ? આવી રીતે આત્માને સિદ્ધ કરનારી વિસ્તૃત વાગ્ધારા ઝીલતાં ઇન્દ્રભૂતિના અંતરમાં આત્માની સિદ્ધિ જડાઈ ગઈ. સંશય છેદાઈ ગયે. તેમના અમાપ જ્ઞાનમાં સમ્યકત્વભાવ જાગ્રત થયા. નિગ્રન્થધર્મને ઉપદેશ પ્રભુના મુખથી સાંભળી પૂર્વ પ્રતિજ્ઞા મુજબ પ્રભુના શિષ્ય બનવા તૈયાર થઈ ગયા. પ્રભુએ પાંચસે શિષ્ય સહિત ઈદ્રભૂતિને પ્રત્રજિત કર્યા. ઇન્દ્રભૂતિ પ્રભુના પ્રથમ શિષ્ય બન્યા, એ વાત પવનવેગે અપાપાનગરીમાં પ્રસરી ગઈ. નગરભરમાં જુદી જુદી ચર્ચાઓ થવા લાગી. “ઈન્દ્રભૂતિ જેવા ઇન્દ્રભૂતિ જેના શિષ્ય બની ગયા એ મહાવીરની વાત શું કરવી ? એ તે જ્ઞાનના સાગર છે અને ધર્મના અવતાર છે.” કેઈએ કહ્યું: આ ઇન્દ્રભૂતિ જેવા મહા પંડિત પણ જેની પાસે પાણી પાણી થઈ ગયા એ મહાવીર કંઈ કરામત જાણતા હશે ? નહિં તે પાંચ શિષ્ય સાથે ઈન્દ્રભૂતિ પલળી કેમ જાય ?” આમ સૌ પોતાની બુદ્ધિ પ્રમાણે તર્કવિર્તક કરવા લાગ્યા. જાણે પાંખ આવી હોય તેમ ઉડતી ઉડતી આ વાત સોમિલ આયના યજ્ઞમંડપમાં પહોંચી ગઈ. બધા ઇન્દ્રભૂતિના પુનરાગમનની રાહ જોઈ રહ્યા હતા, ત્યાં “ઈદ્રભૂતિ મહાવીરના શિષ્ય બની ગયા એ વાત સંભળાણી અને બધા પંડિતે ચેંકી ગયા ! તેમના ભાઈ અગ્નિભૂતિ તે આ વાત માની જ શક્યા નહિ. એમને મને તે આકાશ પાતાળ એક થતા લાગ્યા. “ઈન્દ્રભૂતિ કેઈના શિષ્ય બને એ સૂર્ય પશ્ચિમમાં ઉદિત થવા જેવી વાત હતી! નકકર પાયે વાતને નિર્ણય કરતાં અગ્નિભૂતિને પિતાના ભાઈને છેતરનાર મહાવીર પર ખૂબ ગુસ્સે આવ્યું !
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org