________________
[ ૨૬૮ ]
શ્રી મહાવીર જીવનજ્યોત નહિ એવી શંકા છે ને ? આવો, હું તમારી શંકાનું નિરસન કરૂં!” આશ્ચર્યમૂઢ ઈદ્રભૂતિ પ્રભુની સામે આવી ઊભા. અંતરનું અભિમાન તેમની રજા માગી રહ્યું હતું. એ સ્થાને મહાવીર પ્રત્યેને પૂજ્યભાવ આકાર પામી રહ્યો હતો !
જન પ્રમાણભૂમિમાં કેટગમે નરનારીઓ, ઈન્દ્રો, ઈદ્રાશુઓ, દેવ અને દેવીઓ ઉપસ્થિત હતા. ખૂદ પ્રભુ મહાવીરે જેનું વ્યકિતગત સ્વાગત કર્યું, એ વ્યકિત જેવી તેવી ન હોય, એમ માની સભાજનોએ ઈન્દ્રભૂતિને સભાની મેખરે બેસવાનું સ્થાન આપ્યું! વિદ્યાથીગણ પણ યથાસ્થાને ગોઠવાઈ ગયે.
અનુપમ જ્ઞાનશક્તિના સ્વામી પ્રભુ મહાવીર પોતાની જ્ઞાનધારા વહેતી મૂકતાં બોલ્યા: “ઈન્દ્રભૂતિ! આમા છે કે નહિ એ સંશય કેને થશે ? સંશય કરનાર કોણ? “હું શંકા કરૂં છું એમાં હુંના સ્થાને તમે કોને માને છે ?” આ પ્રશ્ન સાંભળી ઇન્દ્રભૂતિ સ્થગિત થઈ ગયા. “હું” એટલે કેણ ? એ કદિ વિચાર કર્યો ન હતો, ત્યાં પ્રભુ આગળ વધ્યા મહાનુભાવ! “હું એટલે આત્મા. શંકા એ તેના જ્ઞાનનો પર્યાય. તમને વિજ્ઞાનઘન ઈત્યાદિ વેદના પરસ્પર વિરૂદ્ધ વાક્યોથી શંકા જાગી છે પણ તમે વેદના પદોને અર્થ બરાબર સમજ્યા નથી. જ્ઞાાનના સાગર પ્રભુ મહાવીરે એ વેદના પદોના સાચા અર્થ કરી વેદના પદોથી જ ઈન્દ્રભૂતિની શંકાનું સહેલાઈથી નિરસન કરી નાખ્યું. ઉપરાંત સમજાવ્યું “જેમ દૂધમાં ઘી, તલમાં તેલ, પુષમાં સૌરભ સમાયેલ છે, તેમ આત્મા શરીરમાં વ્યાપીને રહે છે. એને કીડી કંથવા જેવડું શરીર મળે તે એમાં વ્યાપીને રહે. મનુષ્ય કે હાથી જેવડું શરીર મળે તે એમાં વ્યાપીને રહે. એ આત્માને સ્વતંત્ર દ્રવ્ય તરીકે તમે નહિ સ્વીકારે તે તમે જે યજ્ઞાદિ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org