________________
રપ. અહિંસા ધર્મને અંડે
પ્રભુ મહાવીરના મનમુગ્ધ ધ્વનિથી મંત્રમુગ્ધ બની ગયેલા ઇન્દ્રભૂતિ વિચારોની જાળમાં અટવાઈ ગયા. પ્રભુના સ્વાગતસૂચક શબ્દ ઇન્દ્રભૂતિને અત્યંત પ્રિય લાગ્યા ! એ શબ્દની મીઠાશ એના દિલને હચમચાવી ગઈ! આહા, આ જીદગીમાં આટલા મીઠા સ્વરે મને કોઈએ સંબોધ્યે નથી! માનવીનું મન હંમેશા સ્નેહ તરફ ઢળેલું હોય છે. ઈન્દ્રભૂતિ પણ એક માનવી જ હતા, અને સામે મહાવીર જેવા નેહમૂર્તિ હતા ! વડીલના વાત્સલ્ય કિરણે કોને આકર્ષિત નથી કરતા? આ તે વડિલના પણ વડિલ દેવાધિદેવ શ્રી મહાવીરના માધુર્યભર્યા બોલ હતા ! એમાં સાચા સ્નેહને રણકાર હતા! પરિપૂર્ણ પ્રેમને ઝંકાર હતે ! આ સત્ય અને પરિપૂર્ણ પ્રેમભર્યા સંબંધનથી ઈન્દ્રભૂતિનું હૈયું શ્રી મહાવીર પ્રત્યે ઝુકી ગયું ! છતાં મિથ્યાભિનિવેશની ઓથે અવરાયેલા ઈદ્રભૂતિના દિલમાં થયું: “અરે આ તો મારું નામ અને ગોત્ર પણ જાણે છે?” અથવા જગપ્રખ્યાત એવા મને કોણું પીછાતું નથી?” જે આ મહાવીર મારા મનને સંશય પૂછળ્યા વગર છેદી નાખે તે હું અવશ્ય તેમને શિષ્ય બની જાઉં ! ત્યાં તે ફરી એ જ મંજુલ સ્વર કાને અથડાય ! “પ્રિય ઈન્દ્રભૂતિ! તમે શું વિચાર કરે છે ? તમારા અંતરમાં આત્મા છે કે
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org