________________
[ ર૬૬]
શ્રી મહાવીર જીવનત અને પાછે જઉં તે પગ થરથરે છે ! કરવું કેમ ? જે દેવ કરે ને હું આ સર્વજ્ઞને જીતી લઉં તે મારી કીતિ દીગંતમાં રેલાય ! “હે પરમેશ્વર ! મારી લાજ રાખવી તમારે હાથ છે” એવી પ્રાર્થના કરતાં ઇન્દ્રભૂતિ અપલક નેત્રે મહાવીરને નીહાળી રહ્યા. અરે મહાવીરના પ્રથમ દર્શને જ તેમના પ્રત્યે કઈ અજબગજબનું આકર્ષણ જાગી રહ્યું! “આજે મને આમ કેમ થાય છે! શું મહાવીર પ્રત્યે મને ભવભવની પ્રીતિ ઉભરાણી છે કે પછી એ ઈન્દ્રજાલની કોઈ રમત છે ? પણ અહીં કોઈ જાતની કૃત્રિમતા દેખાતી નથી ! આડંબર દેખાય છે પણ મિથ્યાડંબર નથી ભારતે !” ચારે બાજુ નજર ફેરવતાં દેવ, મનુષ્ય અને તિર્યંચનાં મુખ પરના ભાવ જોયા. સૌ પ્રસન્ન હૈયે ઝુલી રહ્યા હતા ! અત્યાર સુધી પોતાની બુદ્ધિ અને પંડિતાઈ પર મુસ્તાક રહેનાર ઈદ્રભૂતિ આજે મુરજાઈ ગયા ! ભારે વિમાસણમાં પડી ગયા ત્યાં તે તેમના સતેજ કાને એક મંજુલસ્વર અથડા. “હે ઇન્દ્રભૂતિ ગૌત્તમ,! તમે ભલે આવ્યા. તમારું સ્વાગત હો.”
મહાવીર કર્ણપ્રિય અવાજ કર્ણચર થતાં જ ઇન્દ્રભૂતિને જાગેલા અજબ આકર્ષણમાં ઓર વધારે થયે!
છે. કદાચ કાચબાની પીઠે વાળ ઉગે, વંધ્યાને છે. પુત્ર થાય, આકાશમાં પુષ્પ ઉગે, આ અશક્ય
છતાં શક્ય બની જાય, પણ ભક્તિ વગર ભવસાગર કદાપિ તરી શકાતું નથી.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org