________________
જય જયકાર
[ ૨૬૫ ] અનુભવતા ઈન્દ્રભૂતિ મહસેનવનના મૂખ્ય દ્વાર સમીપે પહોંચ્યા. દૂરદૂરથી સમવસરણની દિવ્યતા નજરે ચડી. નજીક સરતાં ઇન્દ્રભૂતિને મહાવીરની મને હર મુખમુદ્રા દષ્ટિગોચર થઈ! અનેરી ચમક સાથે તેમના ગર્વિષ્ઠ મુખમાંથી સહસા સરી પડ્યું “અરે, આ શું?” સાક્ષાત્ તેજસ્મૃતિ સદેહે અહીં હાજર છે કે શું?” ઈન્દ્રભૂતિને લેકવાણુને અનુસરતું સહસ્ત્રગણું સત્ય લાગ્યું ! સમવસણુની સમૃદ્ધિ હૈયાની હડફેટે આવતાં જ ઈન્દ્રભૂતિને આંચકે લાગે ! આંખ પહોળી થઈ ગઈ! આટલી સમૃદ્ધિ! હરિફની તેજસ્વિતા તેના હૃદયને હંફાવી ગઈ! પચાસ વર્ષના જીવનકાળમાં તેમણે પંડિત ઘણું જોયા હતા પણ આજના આ નવા પંડિતને ભેટો તેમને સ્તબ્ધ બનાવી ગયે ! પ્રભુ મહાવીરના
ગની એશ્વર્યતા જોઈ ઇન્દ્રભૂતિની વિજયકામના ઠરી ગઈ! અહીં આવવા સુધીનું પગલું તેમને અવિચારી લાગ્યું ! “અહા ! મેં ઘણુ પંડિતે જીત્યા હંફાવ્યા....હરાવ્યા... આ એક પંડિત જીતાયા વગરનો રહી જાત તે મારું શું બગડી જવાનું હતું? આ દિવ્યમૂર્તિ જ્યાં અને હું ક્યાં? બધા પંડિતોને ઓળખનાર હું આ પંડિતને કેમ એળખતે નથી!” આમ વિચાર-મૂઢ બનેલા ઇન્દ્રભૂતિને યાદ આવી ગયું કે થોડા વર્ષો પહેલા ક્ષત્રિયકુંડનગરના સિદ્ધાર્થ રાજાના સુપુત્ર વર્ધમાનકુમાર પિતૃરાજ્યને ત્યાગ કરી વેગ ધારણ કરી ચાલી નીકળ્યા હતા. ઘણું સંકટોને સહન કરતાં તીવ્ર તપસ્યા કરતાં, એકાકીપણે વિચરતાં, જગતને ઢુંઢી ઢંઢીને ધ્યાન તપ અને સહનશીલતાન યોગે આત્મજ્ઞાન મેળવનાર જેનેના ચોવીશમાં તીર્થકર શ્રી મહાવીરસ્વામી છે! હવે ઓળખ્યા ! આમની પાસે મારી પ્રતિષ્ઠા જાળવવી મુશ્કેલ છે! પણ હવે તેમની પાસે જઉંતે હૃદય થરથરે છે!
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org