________________
જય જયકાર
[ ર૬૩ ] આ પાખંડી કોઈ જબરો દંભી અને ઈન્દ્રજાલિયે જણાય છે. પણ મને લાગે છે કે જે સર્વજ્ઞ હશે તેવા જ આ દેવે હશે ! કે પછી એ દેવોની પાસે તત્વ સમજવાની શકિત જ નહિ હેય ! ગમે તે હોય પણ હું ત્યાં જઈ એ સર્વજ્ઞની સાથે વાદ કરી એના ભક્તદેવોની સામે જ તેને જીતી લઉં ! અને એની પોલ ખુલી પાડી દઉં! હું કોણ છું ? આ જગતમાં મારા જે કે વેદ વિચક્ષણ નથી! શાસ્ત્રપારંગત પણ કોઈ નથી! મેં સેંકડો યજ્ઞ કર્યા! મેં લાખના દાન કરાવ્યા ! મેં અનેક બ્રાહ્મણને પંડિત બનાવ્યા ! હું જ્યાં જઉં ત્યાં પંડિતે મને માન આપે ! ધનાલ્યો મારી પૂજા કરે...! સર્વ શેખર બનીને હું સંતોષ અને શાંતિથી જીવી રહ્યો છું ત્યાં આ સર્વ આવીને મારા અંતરમાં આગ લગાડી દીધી! આ આગને ઠારવા માટે એની પાસે જવું જ પડશે! હું તેને પરારત કરીશ ત્યારે જ મને જંપ વળશે !” આવા વિચાર કરતાં પિતાની પંડિતાઈ પર મુસ્તાક રહેનાર ઇન્દ્રભૂતિ નૂતન સર્વજ્ઞનું નામ અને લાઘા સાંભળી ઉત્તેજિત બનીને તેને પિતાની ત કાતને પરચે બતાવવા ચાલ્યા !
મદભર્યા ગજરાજની ચાલે ચાલતાં ઇન્દ્રભૂતિની પાછળ તેમને શિષ્ય પરિવાર ચાલ્યા ! યજ્ઞમંડપમાં રહેલા હજારો પંડિતે અને બ્રાહ્મણે વિસ્ફારિત નયને તેમને જતાં જોઈ રહ્યા. યજ્ઞમંડપમાં ઓટ આવી ગઈ અને મહસેન વનમાં કેઈ અજબ ભરતીને ચમકારો ચમકી રહ્યો. સૌ તાજુબ બની ગયા...સ્તબ્ધ બની ગયા.......! આજે વેદપારંગત એ બ્રાહ્મણના દિલમાં કોઈ અવનો બનાવ બનવાના ભણકારા વાગી રહ્યા ! આજે અપાપા નગરી હાલકદેલક જણાતી હતી! આજે પ્રભુ મહાવીરના પૂનિત પગલે એ નગરીના અણુએ અણુએ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org