________________
| [ ૨૬૨ ]
શ્રી મહાવીર જીવનત જાણે અંદગીભર સાંભળ્યા જ કરીએ ! શું તેમનું ભવ્ય રૂપ, જાણે ચોવીસે કલાક તેમને નીરખ્યા જ કરીએ ! શું તેમની ભવ્ય આકૃતિ, કામણગારી કાયા, વિશાળ લલાટ, અણીયાળા નેત્રે, લાંબા કાન, દીર્ઘ ભુજાઓ અને અત્યંત વિસ્તૃત અને દઢ હદય વિભાગ, જોતાં જોતાં નયનો ધરાય નહિ, જેમ જેમ જોઈએ તેમ તેમ વધુ પ્રેમ જાગે એવા વહાલસોયી માતા જેવા વાત્સલ્યભાવથી સૌને નિહાળતા એ મહાવીર પાસેથી કદી પણ ખસવાનું મન ન થાય. પણ એવું સૌભાગ્ય
ક્યાંથી ? સંસારીઓને સે કામ ! ઉઠવું પડયું અને ઉડ્યા પણ અમે અમારા દિલ તો ત્યાં જ ભૂલી આવ્યા છીએ ! પંડિતે તો ઘણું જોયા, કહેવાતા સર્વ પણ ઘણા જોયા પણ મહાવીર જે એકે નહિ ! શું એની પ્રવચન શૈલી ! એક એક શબ્દ અમૃત નીતરતે ! અર્ધમાગધી ભાષા મથું એ પ્રવચન જાણે સૌને શ્રેયને નોતરી રહ્યું છે ! સૌના કલ્યાણને આમંત્રણ આપી રહ્યું છે !” બોલનાર ભાવવિભોર બની બેન્ચે જતો હતે ! તેમ તેમ ઈદ્રભૂતિના દિલમાં અંગારા ચપાતા જતા હતા ! આવા સ્પષ્ટ શબ્દોમાં મહાવીરની લાઘા સાંભળી ઇન્દ્રભૂતિ ખળભળી ઊઠ્યા ! અહંકારના આવેશમાં આલાપી રહ્યા ! “અરે... અરે.... મૂર્ખાઓ ! તમે મૂર્ખ છે મૂર્ખ ! એ ઈનદ્રજાલિયાએ તમને બધાને ભેળવીને તમારા માથા ઉપર ભૂરકી છાંટીને તમને તો વશ ર્યા પણ આ વિચક્ષણ દેવતાઓ પણ એની જાલમાં ફસાઈ ગયા ! જેણે જીંદગીમાં આમ્રફળ ચાખ્યું ન હોય તેને લીંબડાનું ફળ મીઠું લાગે ! નહિતર મારા જે સર્વપંડિત ચત્તામંડપમાં હાજર હોય ને દેવે જેવા દે મને છેડીને ત્યાં કેમ જાય ?” લોકોને આ જવાબ આપી ઈદ્રભૂતિ મને મન વિચારી રહ્યા
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org