________________
જય જયકાર
[ ૨૬૧ ] શબ્દ સાંભળતાં ઈદ્રભૂતિ વેંકી ઊડ્યા ! અને બધા બ્રાહ્મણ પણ ચમકી ગયા ! ઈદ્રભૂતિના અંતરમાં અભિમાન ઉછળી પડયું ! “આ અવનીતલ પર મારા સિવાય કંઈ સર્વજ્ઞ સાંભળ્યું નથી ! તો આ સર્વજ્ઞ કયાંથી ફૂટી નીકળે ? અત્યાર સુધી આ સર્વ જગતના ક્યા ખૂણામાં છુપાઈ ગયા હતે ? આજે એકદમ અહીં ક્યાંથી આવી ચડ્યો ? મેં સર્વજ્ઞ મનાતા અનેક પંડિતને વાદમાં પરાજિત કર્યા છે! પણ રંધાતા મગમાં જેમ કેરડીયું રંધાયા વગર રહી જાય તેમ આ મહાવીર નામનો સર્વજ્ઞ મારાથી જીતાયા વગરને રહી ગયે લાગે છે ! જોઉ તે ખરે એની સર્વજ્ઞતા કેવી છે ?” યજ્ઞમંડપમાંથી બહાર નીકળીને જોયું તે માર્ગ પર નૂતનવસ્ત્રાભૂષણથી સજજ થયેલા લાખેગમે સ્ત્રી પુરૂષે જતાં આવતાં જોવાયા ! પ્રભુદર્શન કરી પાછા ફરતાં લોકો પાસેથી જાણવા મળ્યું કે “મહસેન વનમાં દેએ રચેલા રત્નોથી ઝળહળતા અને ત્રણ ગઢથી યુક્ત એવા અદ્ભુત સિંહાસન પર બિરાજમાન થઈ મહાવીર નામના એક સર્વજ્ઞ ચતુમુખે ધર્મ દેશના અર્ધમાગધી ભાષામાં ફરમાવી રહ્યા છે. તેમના મસ્તકની પાછળ દિવ્ય કાંતિમંડળ ચમકી રહ્યું છે! મસ્તક ઉપર દેદિપ્યમાન ત્રણ છત્રો શોભી રહ્યા છે! તેના પર અતિ ઉંચું આસોપાલવનું વૃક્ષ લોકોને આકર્ષણ કરી રહ્યું છે ! ચારે બાજુ ઉજવલ હંસ જેવા સફેદ ચામરે દેવતાઓ વીંઝી રહ્યા છે. ઢીંચણ સુધી તે દેવએ લે ને વરસાદ વરસાવ્યું છે એ પ્રભુ માલકોષ રાગમાં સુમધુર અને આલ્હાદક કઠથી વિરાગમય એટલે રાગદ્વેષને તજવાના ભાવયુક્ત પ્રવચન વહાવી રહ્યા છે ! અને દેવે એ સુમધુર સ્વરમાં વીણના સ્વર મેળવી તાલમાં તાલ મીલાવી રહ્યા છે! વધુ શું કહેવું ! અહા... શું તેમની વાણીમાં મીઠાશ !
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org