________________
[ ૨૬૦ ]
શ્રી મહાવીર જીવનજયેત
-
-
- -
અઢળક નાણું વાપરી રહ્યો હતે એની ઉદારતા પણ
મેર વખણાતી હતી અને આનંદભેર પંડિત યજ્ઞમહેસવ ઉજવી રહ્યા હતા !
આવા ધાર્મિક વાતાવરણમાં સમ્યફભાવ જાગ્રત કરવા માટે પ્રભુ મહાવીર પધાર્યા. અષ્ટ મહા પ્રાતિહાર્યથી સુશોભિત અને રત્નમય સમવસરણમાં રત્નમય સિંહાસન પર બિરાજમાન પ્રભુ મહાવીરને ચતુર્મુખે પ્રવચન આપતાં સાંભળી જનસમૂહને અજબ આકર્ષણ જાગ્યું ! કર્ણોપકર્ણ પ્રભુ મહાવીરનો પ્રભાવ ફેલાતાં આકર્ષિત થયેલ અસંખ્ય લેક યજ્ઞમંડપમાં જવાનું છોડીને હાથમાં અર્થથાળ લઈને મોટી સંખ્યામાં મહસેન વનમાં ઉ૯લાસભેર જઈ રહ્યા હતા! તેમ પ્રભુ મહાવીરના દર્શનાર્થે આવતા દેવદેવીઓથી ગગનમંડળ પણ ચમકી રહ્યું હતું. એવામાં યજ્ઞક્રિયા કરાવતા ઇન્દ્રભૂતિનું ધ્યાન સહસા એ તરફ ખેંચાયું! સાક્ષાત દેવદેવીઓને આવતા જોઈ ઇન્દ્રભૂતિ બોલી ઊઠ્યાઃ
અરે, મિલ! અરે....પંડિત ! જુઓ, જુઓ, આકાશમાં જુઓ ! આપણુ યજ્ઞનો મહિમા કે ચમત્કારી છે! યજ્ઞના દર્શન કરવા મનુષ્યના ટોળા તો ઉભરાય પણ મારી વિશિષ્ટ પ્રકારની યજ્ઞકિયાથી આકૃષ્ટ થયેલા દેવદેવીઓ સદેહે આ પૃથ્વી પર આપણુ યજ્ઞમંડપમાં આવતાં જણાય છે!” ઈદ્રભૂતિના વચને સાંભળી હજારે પંડિત બ્રાહ્મણે ફાટી આંખે આકાશ તરફ જઈ રહ્યા ! ત્યાં તે દેવે યજ્ઞમંડપ છેડીને આગળ જવા લાગ્યા ! આ જોઈ બધા નિરાશ થઈ બેસી ગયા. આ દેવે ક્યાં જાય છે તેની તપાસ કરતાં ઇન્દ્રભતિને જાણવા મળ્યું કે મહુસેન વનમાં કઈ મહાવીર નામને સર્વજ્ઞ આવ્યું છે, તેની પાસે આ દેવા જઈ રહ્યા છે. સર્વજ્ઞ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org