________________
૩૦
સાહિત્ય સૌરભથી આકર્ષાઈને પૂ. પંન્યાસશ્રી ચિદાનંદ મુનિ ગણિવરે “મંગલ ભગવાન વીર યા ને શ્રી મહાવીર જીવન જ્યત”માંથી પ્રભુના સત્યાવીશમા ભવનું આલેખન પ્રચાર હેતુથી અમારી સંમતિ મેળવી પોતાના તરફથી અલગ પુસ્તક રૂપે છપાવવા બદલ તેઓશ્રીની સંભાવના અનમેદનીય છે.
મારી લેખિનીના જન્મદાતા બની પગલે પગલે પ્રેરણા પીયૂષના અમર છટકાવ વેરનાર, પ્રવચન પ્રભાવિક પરમ વિદુષી મારા પૂજ્ય ગુરુદેવ શ્રી સુનંદાશ્રીજી મહારાજની વાત્સલ્યપૂર્ણ મમતાભરી છાયા મને ચીરકાલિન શીતલ છાંયડી આપ્યા કરે અને હું મારા લેખનકાર્યમાં આગેકદમ ભરતી રહું !!!
સમયે સમયે પ્રસંગચિત લેખન અને કાવ્ય રચના વગેરે પ્રવૃત્તિમાં પ્રેત્સાહન આપનાર લઘુ દીક્ષા પર્યાયી નિત્યના સહવાસી સુવ્યાખ્યાની સાધ્વીશ્રી સુમંગળાશ્રીજી વગેરે ગુરુહેનને આંતરિક પ્રેમ નિરંતર મારા કાર્યમાં વેગ આપ્યા કરે!
આ પુસ્તકના પ્રકાશક “શ્રી પાર્ધચંદ્ર ગચ્છ જૈન સંઘમુંબઈના ભાગ્યશાળી આત્માઓ શ્રી સુંદરલાલભાઈ દલપતભાઈ ઝવેરી વગેરે ભાવિક સંઘસમૂહની સ્નેહસભર લાગણી તેમ જ દિવ્યસહાયક પુણ્યશાળી શ્રાવક શ્રાવિકાઓની સદ્દભાવભરી ધર્મલાગણી હંમેશાં વૃદ્ધિ પામતી વરસ્યા કરે!
અ૫ પરિચિત હોવા છતાં દેવગુરુધર્મરાગી, પ્રસિદ્ધ જૈન સાહિત્ય લેખક શ્રી મનસુખલાલ તારાચંદ મહેતાએ ચતુવિધ સંઘમાં દ્વિતીય ભરૂપ શ્રમણ સંઘના ઉત્કર્ષની ઉદ્ઘેષણ કરતી આ પુસ્તકના પ્રવેશદ્વાર સમી સુંદર પ્રસ્તાવના લખી આપવા બદલ તેમને ખૂબ ખૂબ ધન્યવાદ. તેમની આવા પ્રકારની આંતરિક શુભ ભાવના કદી ભૂલી શકાય એમ નથી !
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org