________________
૨૯
પચીશમી શતાબ્દિ મહોત્સવ૫ મંગલ શેષના મધુર સ્વરે ઠામઠામ વહેતા રહ્યા અને એ વરસનું ચાતુર્માસ પણ નજીક આવી ગયું. અંતરમાં આશા હતી કે દીવાળી સમયે આ પુસ્તક પ્રસિદ્ધ થશે અને ઉજવણીના છેલ્લા સ્વરોમાં આ સૂર ભળશે. પણ દરેક જાતની સંપૂર્ણ તૈયારી હોવા છતાં પ્રસાદિના કારણે નિર્ધારિત સમયે આ કામ પૂર્ણ ન થયું. આમ છતાં નિર્વાણ શતાબ્દિ મહોત્સવના આનંદપુર હજી ઉછળી રહ્યા છે, એ અરસામાં શ્રી પાર્શ્વ ચંદ્ર ગછ જૈન સંઘ મુંબઈ તરફથી આ પુસ્તક બહાર પડી રહ્યું છે એ આનંદ મંગલને અવસર છે.
આ પુસ્તક “મંગલં ભગવાન વિરે યા ને શ્રી મહાવીર જીવન જ્યોત ના બેવડા નામે “સુનંદા-સુતેજ પુષ્પમાળાના તેરમા પુષ્પ તરીકે બહાર પાડતાં મારા જીવનનું ગૌરવ સમજુ છું. તથા શ્રી પાર્ધચંદ્ર ગચ્છના સ્વ. સમર્થ ધુરંધરોના પરોક્ષ કરકમળમાં એક ભાવાંજલી અર્થ તરીકે આ પુસ્તક અર્પણ કરતાં હું મારા સંયમી જીવનની અને જન્મની કૃતાર્થતા અનુભવું છું.
પરમ પ્રશાંતમૂતિ વર્તમાન ગ૭ વીર પૂ. ગુરુદેવ શ્રી વિદ્યાચંદ્રજી મહારાજ સાહેબ અને ગચ્છરત્ન વિદ્વાન પૂ. મુનિરાજ શ્રી રામચંદ્રજી મહારાજ સાહેબે આત્મીય મમતાપૂર્વક આશીર્વચન અને શુભેચ્છાઓ લખી આપી મારા ઉત્સાહમાં અનેકગણું વધારે કર્યો છે તે ચીરસ્મરણીય રહેશે.
અનુમોદના અને અભિનંદન ” લખી આપનાર સમયપ્રાજ્ઞ પૂ. આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સા નો વાત્સલ્યભાવ મને ચીરકાળ આનંદ આપ્યા કરશે.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org