________________
જેમાં મુખ્યતાએ “શ્રી કલ્પસૂત્ર સુબાધિકા” “કલ્પસૂત્ર ખેમાશાહી” “શ્રી બારસા સૂત્ર મૂળ” “શ્રી ત્રેસઠ શલાકા પુરુષ ચરિત્ર” સ્વ. વકીલ નંદલાલ લિખિત “શ્રી મહાવીર સ્વામી ચરિત્ર” તથા કેવળજ્ઞાન પછીની હકીક્ત પુરાતત્ત્વવેત્તા સ્વ. પૂ. કલ્યાણવિજયજી મ. સા. લિખિત “શ્રમણ ભગવાન મહાવીર” હિંદીના આધારે તેમ જ વર્તમાન લેખકની જેટલી ઉપલબ્ધ થઈ તેટલી કૃતિઓના આધારે ધીરે ધીરે આલેખન કરતાં ફરી ફરીને ત્રણવાર લખ્યા પછી દેઢ વરસે મને તેમાં સફળતા મળી વિ. સ. ૨૦૩૦ના અમારા મુલુંડ ચાતુર્માસની કાર્તકી પુનમે આ લેખનકાર્ય જ્યારે મેં પૂર્ણ કર્યું ત્યારે મને આનંદ તે થયે પણ હજી એ આનંદ અધુરો હતે. આ લખાણને સુધારીને પુસ્તકારૂઢ કરવાનું ગજગ્રાહી કામ હજી બાકી હતું.
ગીતાર્થ સમા ધર્મપ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ. સા.ને આ માટે વિનંતિ કરતાં તેઓશ્રીએ પૂર્ણ ઉલ્લાસથી સંશોધનકાર્યને સ્વીકાર કર્યો. પિતાના અનેક કાર્યો વચ્ચે સમય મેળવી આ લખાણનું અક્ષરશ: વાંચન કરી સંપૂર્ણ સંમાર્જન કરી આપ્યું. તેઓશ્રીની અનુભવી નજર તળે આ પુસ્તકનું સંમાર્જન થયું, જાણે અગ્નિને સંગે સુવર્ણ શુદ્ધ થયું, અથવા સેના ઉપર સુગંધને આરોપ થયે! આ રીતે અન્ય ગચ્છના એક સુવિહિત આચાર્ય આત્મીયભાવથી મારા જેવી અન્ય ગચ્છની એક નાની સાથ્વીના હાથે લખાયેલા પુસ્તકનું સંમાર્જન કરે એ મારા તારાના મંત્ર સંચાલિત આ કાળમાં ખૂબ અનુમોદનીય અને હર્ષ વધારનારી હકીકત છે. શાસનદેવ સમક્ષ અંતરની એક જ પ્રાર્થના છે કે પૂજ્યશ્રીને દીર્ધાયુ બક્ષે.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org