________________
૩% નમઃ શ્રી વીરે મંગલાય ભવતુ
જીવનનું ગૌરવ
પ્રભુ મહાવીરની પચીશમી નિર્વાણ શતાબ્દિ મહોત્સવ ભારતભરમાં ઉજવવાને મંગલાષ વિ. સં. ૨૦૨૮માં અગાસી તીર્થમાં અમારા થયેલ ચાતુર્માસ દરમ્યાન સંભળાય. એ વખતે એમાં સૂરપૂર્તિ કરવાની મને પણ ભાવના જાગી. પ્રભુના તપ ત્યાગની બંસરી આચરણ દ્વારા બજાવવાનું સામર્થ્ય ન હોવાથી કલમથી ગુણગાન ગાવાને મેં સંકલ્પ કર્યો. અને એ સંકલ્પ અનુસાર “મંગલ ભગવાન વીરો યા ને શ્રી મહાવીર જીવન
ત” એવા બેવડા નામે વિ. સં. ૨૦૨૯માં પ્રથમ નયસારના ભવથી લખવાની મંગલ શરૂઆત કરી. સુપ્રસિદ્ધ સાહિત્યકારોની શ્રેષ્ઠ કલમે આલેખાયેલા ભગવાન મહાવીરના અનેક જીવન ચરિત્રમાં મારી આ નાજુક કલમ કઈ જાતની ભાત પાડશે? એવો સંકોચ થવા લાગ્યો. પણ વિરામવાર્તા : પુનઃ ઉત્તરfજ ચોક:” એવા મહાપુરુષોના વચનથી કલમ ચાલુ રાખી. મહાવીર જેવા પરમાત્માની અસરકારક જીવન રેખા દેરવી એ કંઈ નાની સૂની વાત નથી. છતાં જેના પાવનકારી શાસનમાં ગૌરવભર્યું જીવન જીવવાની ચાવી મળી, એવા તપોનિષ્ઠ પ્રભ મહાવીરની જીવન જ્યોતમાં સમાઈ જવાના આશયથી વધુને વધુ એકાગ્રતાપૂર્વક એમાં ધ્યાન પરોવ્યું. જેમ જેમ લખતી ગઈ તેમ તેમ આનંદ વધતે ગયે. - પરમ ગીતાર્થોએ લીપીબદ્ધ કરેલા અને સુવિહિત સાહિત્યકારોએ આલેખેલા આગ અને પ્રભુ મહાવીરના જીવનગ્રંથ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org