________________
પ્રત્યે ઉપેક્ષા ન સેવાય, ઓરમાયું વર્તન ન દાખવાય, તે આજે પણ આપણે ત્યાં ચંદનબાલા અને મૃગાવતીની નાની આવૃત્તિઓ પ્રાપ્ત થઈ શકે તેવું છે. જે ઉત્તમ છે તેને ઉત્તમ તરીકે ઓળખવામાં શરમ કે લજજા શા માટે થવા જોઈએ ? આપણું મહાન આચાર્ય શ્રીમદ્ હરિભદ્રસૂરિજી જેવાને એ યુગમાં સાધ્વી શ્રી યાકિની મહત્તરાએ જ પ્રતિબોધ્યા હતા. એટલું જ નહિ પણ ભાગવતી દીક્ષા લીધા પછી એ સાધ્વીજીને માતા સ્થાને
સ્થાપી એ મહાન આચાર્યો લખેલા ગ્રંથોમાં પોતાના માટે “મહત્તરા યાકિનીસુન” “ધર્મપુત્ર” એવું વિશેષણ વાપરી સમગ્ર સાધ્વી સમુદાયનું ગૌરવ વધાર્યું છે. આપણે આપણું ભૂતકાળના ઇતિહાસમાંથી કશું જ નથી શીખતાં એવું શું નથી લાગતું?
પૂ. સાડવી શ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજે જૈન તેમજ જૈનેતર સમાજને ઉપયોગી થઈ પડે એ રીતે શાસ્ત્રને વફાદાર રહી ભગવાન મહાવીરનું જીવન ચરિત્ર આલેખ્યું છે તે માટે હું તેઓશ્રીને ફરી ફરી મારા હાર્દિક અભિનંદન આપું છું, અને અમૂલ્ય રત્નરૂપી આવા અનેક ગ્રંથે તેઓશ્રી આપણને આપ્યા કરે એવી શુભેચ્છા દર્શાવું છું.
લેખિકા સાધ્વીશ્રીને મને અંગત પરિચય નથી, પરંતુ તેમના ગુરુણી પરમ વિદુષી પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજથી હું સારી રીતે પરિચિત છું. તેઓશ્રી દીર્ઘદષ્ટા, વિચારક અને અભ્યાસી છે. આવા ઉત્તમ કેટિના ગ્રંથની પ્રસ્તાવના લખવાનું કાર્ય પૂ. સાધ્વીશ્રી સુનંદાશ્રીજી મહારાજે મને સોંપ્યું તે માટે હું તેમને અત્યંત ઋણી છું. ૧૧, પારસી બજાર સ્ટ્રીટ કોટ મુંબઈ નં. ૧
મનસુખલાલ તારાચંદ મહેતા તા. ૧૫-૪-૭૬
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org