________________
૨૫
આપણે ત્યાં સાવીઓ માટે આજે પણ કેટલીક અનિછનીય નીતિ રીતિ ચાલી રહેલી જોવામાં આવે છે. જેનોના વિધવિધ ફિરકાઓમાં આજે અનેક વિદ્વાન અને વિદુષી સાધ્વીઓ છે. સ્થાનકવાસી, તેરાપંથીઓમાં અનેક સાદવજીએ પાટ પર બેસી વ્યાખ્યાન આપે છે, મૂર્તિપૂજકેમાં પણ શ્રી પાર્ધચંદ્રગચ્છ, અંચલગચ્છ, ખરતરગચ્છ, સુધર્મગચ્છ વગેરે ગચ્છમાં સાધ્વીજી વ્યાખ્યાન આપે છે. પરંતુ તપગચ્છના સાધ્વીજીઓની સ્થિતિ જુદી છે. તેમાંથી કઈ કઈ વ્યાખ્યાને જરૂર આપે છે, પણ તે સામે સૂગની દષ્ટિએ જેનારા અનેક રૂઢ અને જુનવાણું મહાનુભાવે આજે પણ આપણે ત્યાં પડેલા છે. આમાની દષ્ટિએ સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈ મૂળભૂત ફરક નથી, જે ભેદ છે તે તે માત્ર શરીરને છે, પણ અંદરની ચીજ એક જ છે. આવું માનનારા આપણે જેને આપણી સાધ્વીજીએ અને શ્રાવિકાઓ પ્રત્યે આ ભેદભાવભર્યો વર્તાવ કેમ રાખી શકીએ ?
સાધ્વીજીઓને વ્યાખ્યાનને અધિકાર નહિ, દીક્ષા આપવાને અધિકાર નહિ, પ્રતિષ્ઠાદિ કિયા કરાવવાને અધિકાર નહિ, આ અને આવી અનેક પ્રથાઓને હવે અંત આવી જ જોઈએ. આવી આવી વાતને ટેકો આપતાં વિધાને શોધી કાઢવા એ પણ આપણું અહંવૃત્તિનું જ માત્ર પ્રતીક છે. પ્રધાનતા નથી તે પુરુષની કે નથી તે સ્ત્રીની. પ્રધાનતા તે વ્યક્તિના શુદ્ધ અને નિર્મળ ચારિત્રની છે. પછી ભલે તે પુરુષ હોય કે સ્ત્રી હોય ! ”
અનેક બાબતમાં સાધુઓ અને સાધ્વીજીઓની સંસ્થા વચ્ચે ભેદભાવભર્યું વર્તન રખાય છે, તેના પરિણામે સાધુ સંસ્થામાં દિન-પ્રતિદિન શિથિલતા વધતી જતી જોવામાં આવે છે. ત્યારે આપણુ સાધ્વીજી મહારાજેનું ચારિત્ર નિષ્કલંક અને ઉજજવલ છે. અભ્યાસની તેમ જ બીજી અનેક બાબતોમાં જે સાધ્વીજીઓ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org