________________
૨૪
મુક્તિમાર્ગમાં મહત્તા તે સાધનાની છે, વેશ-જાતિ-લિંગનું કશું મહત્વ નથી સ્ત્રી જે વાસનાની પુતળી હોત, નરકની ખાણ હોત (અજાયબી તે એ છે કે સ્ત્રીને નરકની ખાણ કહેનારે મૂખ પોતે એ નરકની ખાણમાંથી ઉત્પન્ન થયે છે એ વાત ભૂલી જાય છે. ) અગર મોક્ષમાર્ગમાં બાધક હોત તો નારીને સમાન હકક આપી ભગવાને સાધ્વીસંઘની સ્થાપના ન કરી હેત ! શાસ્ત્રોમાં તે સંસારી જીવનમાં પણ નારી જાતને “સહધર્મચારિણી” અને “રત્નકુક્ષિધારીણી” તરીકે ઓળખાવી છે. ગિરનારની ગુફામાં મુનિ રથનેમિ જ્યારે ચારિત્રથી વિચલિત થયા ત્યારે સાધ્વી રાજીમતી એ જ તેને “એવું તે મર મ” અર્થાત્ ચારિત્રહીન જીવતર કરતાં મૃત્યુ જ શ્રેયસ્કર છે, એ ઉપદેશ આપી બચાવી લીધા હતા. સિંહગુફાવાસી મુનિરાજ પતનને માર્ગે જતાં શુદ્ધ શ્રાવિકા કોશાએ જ ચાલાકી અને યુક્તિપૂર્વક તેમને બચાવી લીધા હતા. આવા તે અનેક દાખલાઓ જોવામાં આવે છે.
વિદ્વાન મુનિશ્રી નેમિચંદ્ર તેમના એક લેખમાં નગ્ન સત્ય જાહેર કરતાં લખ્યું છે કે “પુરુષ પોતાની વાસના પર જ્યારે કાબુ રાખી શકતો નથી, અથવા પુરુષની દષ્ટિમાં સ્ત્રીને જોઈને
જ્યારે વિકાર આવ્યું ત્યારે તેણે પિતાની દષ્ટિ કે વાસનાને વશ કરવાને બદલે તેમજ પિતાની ઈન્દ્રિો અને મન પર અંકુશ રાખવાને બદલે નારીની નિંદા કરવાનું શરૂ કર્યું.” તેમાં દોષ સ્ત્રીને નહિ પણ પુરુષને છે. સ્ત્રીને નીચા દરજજાની બતાવીને પિતાની જાતને ઉંચા દરજજાની બતાવવામાં પુરુષના અહંકાર સિવાય શું છે? ક્યા ગુણમાં પુરુષ સ્ત્રીથી ચડિયાતે છે? સરા. સ દરી, ઘુત, સત્તાલાલસાના ચક્કરમાં ફસાયેલે પિતાને નારીજાતિ કરતાં ચઢિયાતે હેવાને દાવે ભલે કરે પણ એ દાવે પિોકળ છે.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org