________________
પરમાનંદની આગળ સંસારના તમામ સુખ તુચ્છ જેવા–નહિ જેવા લાગે છે.”
ભગવાન મહાવીરના જન્મ સમયે નારી જગતની વિડંબનાનો ખ્યાલ આપતાં સાચું જ ચિત્ર આપતાં લખ્યું કે “નારી વર્ગ પુરુષની પરતંત્રતા રૂપ બેડીમાં જકડાઈ ભારે પરેશાની ભેગવી રહ્યો હતે ! પુરુષે પોતાના પાશવી બળથી નારી જાતિને વિડંબવામાં બાકી નહોતી રાખી ! છડેચોક નારીબજાર ભરાતા અને સ્ત્રીઓનું જાહેર લીલામ થતું !! સતીઓનું સતીત્વ લુંટાતું ! નારીઓનું નારીત્વ! પુરુષના પાશવી બળતળે ચગદાયેલી નારીએ પિતાની સ્વતંત્રતા ભૂલી ગઈ હતી”. (ગ્રંથ પાનું ૩પર).
મહાન કાંતીકારી ભગવાન મહાવીરે નારી જાત અંગે માનવજગતને નવી જ દૃષ્ટિ આપી. જૈન ધર્મની દષ્ટિએ નર અને નારી બંનેને દર સમાન છે. ઉપાસક દશાંગ સૂત્રમાં ભગવાન મહાવીર ઉપાસકેની જે વાતે આવે છે, તેમાં જેટલે અધિકાર શ્રાવકને બતાવ્યું છે, તેટલો જ અધિકાર શ્રાવિકાઓને પણ બતાવ્યું છે. દાંપત્યજીવનમાં પતિ અને પરિનને જે વ્રતે આપેલા છે, તેમાં કોઈ ભેદભાવ જોવામાં આવતો નથી. એવું જ વલણ ભગવાને પુરૂષ સ્ત્રીના મહાવ્રતની બાબતમાં પણ અપનાવેલું છે.”
“ી લિંગે સિદ્ધા” “પુલિંગે સિદ્ધા” કહીને મુક્તિમાર્ગમાં પણ સ્ત્રી પુરુષને સમાન અધિકાર જ આપેલા છે. ભગવાને જેમ શ્રાવકોને ધર્મલાભ કહેવરાવ્યા છે, તેમ શ્રાવિકા એને પણ ધર્મલાભ કહેવરાવ્યા છે. ભગવાનની પર્ષદામાં પુરુષ જેમ શંકાના સમાધાન માટે પ્રશ્નોત્તરી કરી શકતે, તેમ સ્ત્રીઓ પણ કરી શકતી. ખુદ ભગવાને પિતે જ ચંદનબાળાને પ્રત્રજ્યા આપી તેને પ્રવતિની પદે સ્થાપી સાધ્વીસંઘની વ્યવસ્થા સેંપી.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org