________________
અથે જોઈતું આધ્યામિક બળ કેળવવા માટે શરીર-મનઈન્દ્રિયને તાવણીમાં તપાવાય છે, તેને બધું જ “તપ” છે. પણ તપના મુખ્ય બે ભેદ છે: એક બાહ્ય અને બીજું અત્યંતર. જેમાં શારીરિક ક્રિયાની પ્રધાનતા હોય અને જે બાહ્ય દ્રવ્યની અપેક્ષાવાળું હોવાથી બીજાઓ જોઈ શકે તે બાહા તપ તેથી ઉલટું જેમાં માનસિક ક્રિયાની પ્રધાનતા રહેલી છે તે આત્યંતર તપ છે. બાહાતપનું મહત્વ પણ આત્યંતર તપની પુષ્ટિમાં ઉપગી થવાની દૃષ્ટિએ જ મનાયેલું છે. બાહ્યતા એ દમન છે, સાધના છે પણ તેનાથી જે સિદ્ધ કરવાનું છે તે શમન–એ આત્યંતર તપ છે. આપણે ત્યાં બાહ્ય અને અત્યંતર તપની વ્યવસ્થા ઉત્તમોત્તમ છે. આત્યંતર તપમાં જીવન શુદ્ધિ શકય બને છે. મહર્ષિ પતંજલિએ ચગસૂત્રમાં તપને ક્રિયાયોગ કહ્યો છે અને તેથી ક્રિયાગથી જુદે રાજગ સ્વીકારવો પડ્યો છે. આપણે ત્યાંના તપની વ્યવસ્થામાં ક્રિયાયોગ અને જ્ઞાન બંનેને સમાવેશ થઈ જાય છે. ભગવાનના પાછલા ભની તપશ્ચર્યા અને અંતિમ ભવની તપશ્ચર્યા વચ્ચે આ ભેદ ધ્યાનમાં રાખવા જેવું છે. તપ એ જીવનશુદ્ધિની અણમૂલ સાધના છે, અને દેવકની પ્રાપ્તિ નહિ પણ જીવન શુદ્ધિ, સ્ફટિક જેવું નિર્મળ ચારિત્ર એ જ તપની સાચી સિદ્ધિ છે. દેવલોકમાં તે આપણે જીવ અનેકવાર ચક્કર મારી આવે છે, પણ તેનાથી જન્મ મરણના ચક્કરને અંત નથી આવ્યો. એ અંત માટે તે જીવન શુદ્ધિ જ પ્રાપ્ત કરવી રહી. જીવન શુદ્ધિ એ જ મેક્ષ. માર્ગની પ્રાથમિક ભૂમિકા છે. આવા સફળ સાધકે માટે જ શ્રીમદ હેમચંદ્રાચાર્ય “ગશાસ્ત્ર” (પ્રકાશ ૧૨–૫૧)માં જણાવ્યું છે કે “ભલે મોક્ષ થયો કહેવાય કે ન કહેવાય પરંતુ જે પરમાનંદ મળે છે તેને અનુભવ તે થાય જ છે. એ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org