________________
૨૧
પ્રકરણમાં સંગમદેવે ભગવાન મહાવીર પ્રત્યે મચાવેલ ઉલ્કાપાતનું વર્ણન અત્યંત હદયભેદક ભાષામાં સાધ્વીજીએ કરેલ છે. આ ઉપરથી સમજી શકાય છે કે જે જ્ઞાની ધ્યાની છે, આત્માર્થી છે, અને જેને આ સંસાર તેમ જ જગતનું સાચું અને શુદ્ધ સ્વરૂપ સમજાઈ ગયું છે, એવી વિભૂતિને પછી ભય કે ક્રોધ માટે આ જગતમાં અવકાશ નથી રહેતું. દુર્જન આખરે પિતાની દુજનતાના કારણે થાકી જાય છે, પણ સજજનને તેથી કશી પીડા, વ્યથા કે વેદના નથી થતાં. તેને તે દુર્જન, અપરાધી પ્રત્યે પણ અનુકંપા જ થાય છે. સંગમે મચાવેલા તેફાને પછી સમાધિમાંથી જાગ્રત થઈ ભગવાનને તે એ જ વિચાર આવે છે કે “અરે ! આ બિચારે મારા નિમિત્તે ભારેકમી બની જાય છે, એનું શું થશે?” ભગવાનના તપની આ જ પરાકાષ્ઠા છે. સાધનાકાળના સાડા બાર વર્ષ અને એક પખવાડિયાના સમય દરમ્યાન ભગવાને ૪૧૬૫ નિર્જળા ઉપવાસે કર્યા અને માત્ર ૩૪૯ દિવસમાં આહાર વાપર્યો છે.
અહીં એક વસ્તુ વિચાર માગી લે છે. ભગવાનના પચીશમા ભવમાં (નંદન રાજાના ભાવમાં ) ચારિત્ર ગ્રહણ કર્યું તે જ દિવસથી જીવનપર્યત સુધી એટલે કે એક લાખ વર્ષ સુધી માસક્ષમણના પારણે માસક્ષમણની કઠેર તપશ્ચર્યા ચાલુ રાખી હતી. એટલે અંતિમ ભવની સાડા બાર વર્ષની તપશ્ચર્યાની સરખામણમાં તે પચીશમા ભવની તપશ્ચર્યા દીર્ઘકાલની હતી. પરંતુ અંતિમ ભવની તપશ્ચર્યામાં વિશિષ્ટતા એ હતી કે ભગવાને તપની સાથે સાથે આંતરદષ્ટિ ઉમેરી બાહાતપને અંતમુખ બનાવ્યું. બાહાતપ એ સાધન છે અને તેનું સાધ્ય જીવનને અંતર્મળ ફેંકી દેવાનું છે. આમ તે વાસનાઓને ક્ષીણ કરવા
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org