________________
વવા જ પડે છે. પ્રારબ્ધ કર્મો ભેગવે જ છુટકે છે. દીક્ષાના પ્રથમ દિવસે જ એક ગેવાળી ગેરસમજુતિના કારણે બળદની રાસ લઈને ભગવાનને મારવા દો , તે વખતે મદદ અર્થે ત્યાં ઈન્દ્ર દોડી આવ્યા. પણ આ મદદ અંગે સ્પષ્ટ ચોખવટ કરતાં ભગવાને ઈન્દ્રને કહ્યું કે: “ઈન્દ્ર! આવું કદાપિ બન્યું નથી અને બનશે પણ નહિ, કે શ્રી તીર્થકરોએ અન્યની સહાયથી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યો હોયદરેક તીર્થકરો પિતાના પ્રબળ પુરુષાર્થથી જ કમને સંપૂર્ણ ક્ષય કરી આત્મ લક્ષમીને સાક્ષાત્કાર કરે છે.” (ગ્રંથ પાનું ૧૬૫) આ ઉપરથી સમજાય છે કે કર્મક્ષયના માર્ગમાં બીજા કેઈની મદદ કામ લાગતી નથી. તેથી જ ભગવાને પણ જે જે કણો સહ્યાં છે, તે આનંદ, ઉલ્લાસ અને સમભાવપૂર્વક જ સહ્યા છે. આપણે ત્યાં પણ કહેવાયું જ છે કે, “બંધ સમયે ચિત્ત ચેતી, ઉદયે શે સંતાપ !” કર્મ બાંધતી વખતે જાગ્રત રહેવાની જરૂર છે. કર્મના ફળ ભેગવવાના સમયે તે જીવનું દેવું ચૂકવાય છે, એમ માની પ્રસન્ન ચિત્ત આનંદપૂર્વક જોગવી લેવા જોઈએ, એ બોધપાઠ ભગવાન મહાવીરના જીવનમાંથી આપણે સૌએ ગ્રહણ કરવું જોઈએ. સાધ્વીજીએ આ બાબતમાં સાચું જ કહ્યું છે કે “ પ્રભુ મહાવીર પણ કષ્ટભર્યા માગે ગમન કરતાં કદી અનકળતાથી જેમ અંજાયા નથી, તેમ પ્રતિકૂળતાને કર્મક્ષયનું નિમિત્ત સમજી સમભાવે સહન કરવા તત્પર રહે છે. પ્રતિકૂળતાને કમક્ષયનું કારણ નિમિત્ત સમજીને સમભાવે સહી લેવાને બદલે લમણે હાથ દઈ જેઓ રડતાં રડતાં સહે છે, તેઓ તે કર્મક્ષયને બદલે આર્તધ્યાન દ્વારા નવા જ કર્મો બાંધે છે, એ સમજી લેવાની સૌને જરૂર છે.
યાનની પરાકાષ્ટા” વાળા (પાનું નં. ૨૦૩) વીસમાં
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org