________________
૧૮
તે વધુ ને વધુ વિનમ્ર બનતું જાય છે. જીસસ ક્રાઈસ્ટે કહ્યું છે કે “જે કઈ પિતાને ઉચે માનશે તેનું પતન થશે, અને જે નમ્ર થશે તે પિતે ઉંચે જશે.” (મેગ્યુ. ૨૩-૧૨). આ વાત સાવીશ્રીના જીવનમાં ચરિત્રાર્થ થયેલી જોવામાં આવે છે. તેમના લખેલ પુસ્તક “મંગલં ભગવાન વીર યાને શ્રી મહાવીર જીવન જાત”ના બધા છાપેલા ફર્માઓ હું સાદ્યત વાંચી ગયો છું. ગ્રંથમાં ભગવાન મહાવીરના પાછલા ભને ઉલ્લેખ પણ જ્યાં જરૂરી જણાવે છે ત્યાં આપવામાં આવેલ છે. અંતિમ જન્મથી નિર્વાણકાલ સુધીને ઈતિહાસ લેખિકાએ વિસ્તૃત રીતે આ છે. ભગવાનના સાધનાકાલના પ્રસંગે તેમ જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછીના પ્રસંગે સાધ્વીશ્રીએ અત્યંત સંવેદનશીલ અને સંસ્કારસમૃદ્ધ ભાષામાં રજૂ કરી પુસ્તકને વિશિષ્ટ કોટિનું બનાવેલ છે. લગભગ પચીસ ફર્માના આ દળદાર પુસ્તકમાં લેખિકાએ ભગવાનના પૂર્વ જન્મને ટૂંકે ખ્યાલ આપી અંતિમ જન્મની સાધના અને જીવનકાર્યોને અગ્રસ્થાન આપ્યું છે. ભગવાનને જન્મની સાથે જ પ્રાપ્ત થયેલું જ્ઞાન, તેમની નિર્ભયતા, નિડરતા, પરાક્રમ (Boldness), સદાચાર, નિર્લેપતા અને સંયમની ઉત્કૃષ્ટ ભાવના વગેરેનું વર્ણન અત્યંત ઉર્મિશીલ અને હદયસ્પર્શી ભાષામાં લેખિકાએ આપેલ છે, જે માટે તેઓશ્રી ખરેખર ધન્યવાદને પાત્ર છે. અત્યંત કઠોર તપશ્ચર્યા દ્વારા ભગવાને પૂર્વ કાલીન કર્મોને ક્ષય કર્યો, તેમજ તે અંગે શાંતિ અને સમભાવપૂર્વક માનવકૃત, દેવકૃત અને તિર્યચકૃત જે જે અસહ્ય કષ્ટો, પરિવહે અને ઉપસર્ગો સહ્યા તેનું સાધ્વીશ્રીએ કરેલું વર્ણન વાંચતાં રોમાંચિત થઈ જવાય છે.
કર્મને કાયદે અવિચલ અને અબાધિત છે અને તેથી માણસ જેવા કર્મ કરે છે તેને અનુરૂપ ફળે પણ તેણે ભેગ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org