________________
પિતાની પુત્રી કાદવ કીચડરૂપ સંસારમાં પડવાને બદલે સંયમત્યાગ–તપના માર્ગે જાય એમાં જ તેનું હિત જોયું. માતા પિતાને પોતાની પુત્રી માટે ખાતરી હતી કે સંયમ અને ત્યાગના માર્ગે જઈ અમારી પુત્રી ત્યાગધર્મને દીપાવશે, અને એવી ઉચ્ચ ભાવનાથી પુત્રીની તીવ્ર ઈચ્છા મુજબ દીક્ષા માટે રજા આપી વિક્રમ સં. ૨૦૦૫માં તેમણે મોટી ખાખરમાં પૂજ્ય શ્રી સુનંદાશ્રીજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી અને દીક્ષા પર્યાયના સત્યાવીશ વર્ષોમાં અપૂર્વ રીતે આત્માને વિકાસ સાથે છે. પુત્રીના આવા વિકાસને જોઈને તેના માતા પિતાને આત્મા જ્યાં પણ હશે ત્યાં આનંદથી પુલકિત થતો હશે. આવા સંતાને જેને ત્યાં જન્મ લે છે, તે માબાપ પણ ખરેખર ધન્યવાદને પાત્ર બની જાય છે. ત્યાગ-તપ-સંયમને માર્ગ જેના હાથમાં નાની વયે જ આવી જાય છે, એવા છે સહેલાઈથી આત્માને વિકાસ કરી અનેક જીવોને ધર્મના માર્ગે દોરવી શકે છે. પૂ. સાધ્વીજીએ પણ અભ્યાસ શરૂ કરી પંચ પ્રતિક્રમણ સૂત્રે, નવમરણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ચાર કર્મગ્રંથ, સાધુ-સાધ્વીના આચાર સંહિતા રૂપ શ્રી દશવૈકાલિક સૂત્ર, ક્ષેત્રસમાસ, સંબંધ સિત્તરી વગેરે પ્રકરણ ગ્રંથ અર્થ સહિત કર્યા, તેમ સંસ્કૃત માર્ગો પદે. શિકાના બંને ભાગે કરી રઘુવંશ વગેરે પાંચ અજૈન કાવ્ય, શ્રી ગૌત્તમય કાવ્ય, ચંદ્રપ્રભ મહાકાવ્ય, નેમિનાથ મહાકાવ્ય વગેરે સાત જૈન કાવ્યના વાંચન સાથે અનેક મહાપુરૂષેના અને મહાસતીઓના ગદ્ય પદ્ય ચરિત્રે તથા શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની ટીકા વગેરેના વાંચનથી તેમણે સંસ્કૃત વાંચન પણ સમૃદ્ધ બનાવ્યું. આવું ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી તેઓ કહે છે કે “આ તે અગાધ એવા શ્રુતસાગરનું એક બિંદુ માત્ર કહી શકાય.” જેમ જેમ માણસનું જ્ઞાન વધતું જાય તેમ તેમ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
WWW.jainelibrary.org