________________
૩ નમઃ
જતાવાળા
કચ્છના પ્રદેશ આમ તે ગુજરાત રાજ્યને એક નાનો વિભાગ છે. પરંતુ આ વિભાગમાંથી જૈન સમાજને સદ્ભાગ્યે અનેક વિદ્વાન સાધુ ભગવંતે તેમજ સાદવીજી મહારાજે પ્રાપ્ત થયા છે. પ્રસ્તુત ગ્રંથના લેખિકા શ્રી પાર્ધચંદ્ર ગચ્છના પરમ પૂજ્ય વિદુષી સાધ્વીજી શ્રી સુનંદાશ્રીજી મહારાજના શિષ્યા બાલબ્રહ્મચારિણી પૂ. સાધ્વી શ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજ છે. તેમના ગુરુએ યથાર્થ રીતે જ તેમને “સુતેજ એનું તખલ્લુસ આપ્યું છે. તેઓ તેજસ્વી છે, સરસ લેખિકા છે, અને પ્રસ્તુત ગ્રંથ લખ્યા પહેલા તેમના લખેલા “ધર્મઝરણાં” “ધર્મ સૌરભ “પુણ્ય ઝરણું” “મનમાળાના મણકા ” “ સદુધ ઝરણું" ઈત્યાદિ પુસ્તકો પ્રગટ થઈ ગયા છે. આ બધા પુસ્તકે ભારે આવકારપાત્ર બન્યા છે. તેમનામાં કવિત્વશક્તિ પણ રહેલી છે. જેની ફળશ્રુતિરૂપે “વસંત ગીત ગુંજન” પ્રગટ થયેલ છે. તેમનું સંસારી વતન કચ્છ મેટી ખાખર છે. જો કે તેમને જન્મ વિ. સં. ૧૯૮૭માં મુંબઈ થયે હતે.
સોળ વર્ષની વયે વિ. સં. ૨૦૦૪ની સાલમાં પૂજ્ય શ્રી ખાંતિશ્રીજી મહારાજ અને તેમના વિદુષી તેજસ્વી શિષ્યા બા.બ્ર. પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજના પરિચયમાં આવ્યા. પછી તે પારસમણિના સ્પર્શથી લે હું જેમ સોનું બની જાય છે, તેવું જ શ્રી વસંતપ્રભાશ્રીની બાબતમાં પણ બન્યું. તેમના માતા પિતા પણ ભારે સમજુ અને વિચારક હતા. માતા પિતાએ પણ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org