________________
[ ૨૫૮ ]
શ્રી મહાવીર જીવનજ્યોત સડસઠ વર્ષના સુપુત્ર સાડાત્રણ વિદ્યાથીઓના ગુરુ હતા. તેમના અંતરમાં “દેવતાઓ છે કે નહિ ?” એ સંશય પડેલો હતો !
(૮) આઠમા અકપિત પંડિત મિથિલા નગરીના ગૌતમગેત્રીય દેવપિતા અને જયન્તી માતાના અડતાલીશ વર્ષના સુપુત્ર ત્રણ વિદ્યાર્થીઓના મૂખ્ય અધ્યાપક હતા. તેમના અંતરમાં “નારકી હશે કે નહિ ?” એવી શંકા હતી !
(૯) નવમા અચલભ્રાતા પંડિત કૌશલ નિવાસી હારિતગેઝીય વસુ પિતા અને નંદા માતાના છેતાલીશ વર્ષના સુપુત્ર ત્રણ વિદ્યાથીઓના ઉપાધ્યાય હતા. તેમના હદયમાં “પુણ્ય પાપ હશે કે નહિ એ શંકા હતી!
(૧૦) દશમાં મેતાય પંડિત વત્સદેશના તંગિક સંનિવેશના રહેવાસી કૌડિન્યત્રીય દત્ત પિતા અને વરૂણદેવા માતાના છત્રીશ વર્ષના જ્ઞાની સુપુત્ર ત્રણ વિદ્યાથીઓના ગુરુ હતા. તેમના દિલમાં “પરલેક છે કે નહિ ?” એવી શંકા હતી !
(૧૧) અગ્યારમા પ્રભાસ નામના પંડિત રાજગૃહીના કૌડિન્ય ગેત્રીય બલ પિતા અને અતિભ દ્રા માતાના લાડકવાયા પત્ર માત્ર સેળ વર્ષની ઉંમરમાં જ પંડિતાઈ પ્રાપ્ત કરનાર વિચક્ષણ પંડિત હતા. એ નિત્ય ત્રણ વિદ્યાર્થીઓને અધ્યાપન કરાવતા હતા. તેમના દિલમાં “મેક્ષ છે કે નહિ?” એવી શંકા હતી !
આ અગીયારે પંડિત મહા માની અને મહા જ્ઞાની હતા. સુંદર જ્ઞાન સંપાદન કર્યું હોવા છતાં તેમાં સમ્યકતા
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org