________________
જય જયકાર
[૨૫૭ ] ભૂતિના સગા ભાઈઓ હતા. એ પણ એટલા જ જ્ઞાની હેવાથી તેમની નિશ્રામાં પાંચ પાંચ વિદ્યાર્થીઓ વેદાધ્યયન કરતા હતા. તેમાં અગ્નિભૂતિને “કમ હશે કે નહિ?” એ બાબતમાં અને વાયુભૂતિને “શરીર એ જ આત્મા કે અન્ય?” એવી શંકાઓ બન્ને પંડિતેના દિલમાં પડી હતી !
(૪) ચોથા વ્યક્ત પંડિત કલ્યાગ સંનિવેશના રહેવાસી ભારદ્વાજત્રીય ધનમિત્ર પિતા અને વારૂણી માતાના સુપુત્ર હતા. પચાસ વર્ષના એ પંડિત પાંચસે વિદ્યાર્થીઓના અધ્યાપક ગુરુ હતા. વેદપારગામી હોવા છતાં “આ જગત સત્ છે કે અસત્ ” એવી શંકા ધરાવતા હતા!
(૫) પાંચમાં સુધર્મ નામના પંડિત કે લાગ સંનિવેશના રહેવાસી અગ્નિવૈશ્યાયન ગોત્રીય ધમ્મિલ પિતા અને ભદિલા માતાના પનોતા પુત્ર હતા. મહા વિચક્ષણ એ પંડિત પાંચ વિદ્યાર્થીઓના ગુરુ હતા. તેમના દિલમાં
જીવ મરીને પરભવમાં એ જ થાય કે બીજે?” એવી શંકા હતી ! તેમની ઉમર પસાસ વર્ષની હતી.
(૬) છઠ્ઠા મંડિત નામના પંડિત મૌર્ય સંનિવેશ નિવાસી વસિષ્ઠાત્રીય ધનદેવ પિતા અને વિજયદેવા માતાના ત્રેપન વર્ષની ઉંમરના જ્ઞાની પુત્ર સાડાત્રણ વિદ્યાર્થીઓના ગુરુ હતા. તેમના હદયમાં “બંધ, નિજેરા છે કે નહિ?” એવી શંકા હતી!
(૭) સાતમા મૌર્યપુત્ર નામના પંડિત એ જ મૌર્ય સંનિવેશવાસી મૌર્ય પિતા અને વિજયદેવા માતાના
Jain Education International 2010_04 For Private & Personal Use Only
WWW.jainelibrary.org