________________
જય જયકાર
[ ૨૫૫ ] લેઓના સમૂહથી મહસેનવન ઉભરાઈ ગયું. અને પ્રભુની દેશના સાંભળનારાઓની મોટી સભા એકત્ર થઈ ગઈ. એ મટી સભા સમક્ષ પ્રભુ મહાવીરે સૌને સમજવામાં સરલ પડે એવી અર્ધમાગધી ભાષામાં દેશના આપવી શરૂ કરી. સૌ પ્રથમ પ્રભુએ નવ તત્ત્વ સમજાવ્યા, ત્યાર પછી ચાર ગતિના સ્વરૂપને સમજાવતા નારકીઓના દુઃખ, તીર્થની પરાધિનતા અને દેવોનો વૈભવ વર્ણવ્યા અને છેલ્લે મનુષ્યગતિની મહાનતા સમજાવી, તેની દુર્લભતા દર્શાવી એ માનવ જીંદગીને સફળ કરવા માટે ધર્મનું સ્વરૂપ સમજાવ્યું અને આચરવા ગ્ય ધર્મના બે વિભાગ પાડી પાંચ મહાવ્રતે રૂપ સર્વવિરતિ, ધર્મ અને પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રતે રૂપ દેશવિરતિ ધર્મને ઉપદેશ આપ્યો.
પ્રભુના પ્રભાવથી મહસેન વન ગાજી ઉઠયું! ધર્મસ્વરૂપના પાન કરી સંતુષ્ઠ થયેલા લેકહેયા આજે હીલોળે ચડ્યા હતા. આજે પહેલી જ વાર લોકોને ધર્મ સાંભળવાને અને સમજવાનો મોકો મળે હતો. કારણ કે સંસ્કૃત ભાષાના વિદ્ધાન પંડિત બ્રાહ્મણે પોતાની વિદ્ધતા જણાવવા સંસ્કૃતમાં ધર્મચર્ચા કરતાં હોવાથી સામાન્ય જન સમજી શકતા નહિ. એ જ લોકોને આજે ભાવતા ભેજનની જેમ પિતાની પ્રિય, સરલ અને રેચક ભાષામાં ધર્મને મધુરે
ધ સાંભળવા મળે, એથી જ લોકહૈયા નાચી રહ્યા હતા ! મહાસેનવનમાં જય જયકાર વતી રહ્યો !
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org