________________
[ ૫૪ ]
શ્રી મહાવીર જીવન વિહાર કર્યો ! ચોત્રીશ અતિશયે અને અષ્ટ પ્રાતિહાર્યથી સેવાતા સુવર્ણકમળ પર પાદક્ષેપ કરતાં પ્રભુ મહાવીરે અસંખ્ય દેવતાઓ સાથે વિહારયાત્રા આરંભી. આ વિહારયાત્રાની શોભા અનુપમ હતી, અવર્ણનીય હતી. રાતભર ચાલતી ચાલતી આ વિહારયાત્રા પ્રભાત સમયે એ નગરીની નજીક પહોંચી. પ્રભુએ એક રાતમાં અડતાલીશ ગાઉને એટલે બાર એજનન વિહાર કર્યો. એ અપાપા નગરીની બહાર અત્યંત શેભાયુકત મહસેન નામનું વન હતું. એ મહસેન વનમાં દેએ વૈશાખ સુદ અગીયારશના દિવસે પ્રભાતના સમયે એક જન પ્રમાણે ભૂમિમાં ત્રણ ગઢથી યુક્ત સુરમ્ય સમવસરણની રચના કરી. ભવ્ય પ્રાણીઓની હૃદય ભૂમિમાં બાધિબીજ વાવવા માટે સમવસરણમાં પ્રભુએ પૂર્વ દ્વારથી પ્રવેશ કર્યો. અને બત્રીશ ધનુષ ઉંચા મૈત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા આપી “શ્રી તીર્થાય નમઃ” એમ કહી સમવસરણના મધ્ય ભાગમાં એઠવાયેલા પાદપીયુક્ત રત્નમય સિંહાસન પર પૂર્વાભિમુખે આરૂઢ થયા અને બીજી ત્રણ દિશાઓમાં દેએ ભક્તિપૂર્વક પ્રભુના ત્રણ પ્રતિરૂપ એટલે ત્રણ પ્રતિબિંબ સ્થાપ્યા. આ અવસરે ચારે નિકાયના દેવે અને દેવીએ મનુષ્ય અને તિર્યંચે યોગ્ય દરવાજેથી પ્રવેશ કરી યથાસ્થાને ગોઠવાયા.
પ્રથમ ઈદ્ર મહારાજે પ્રભુની અર્થગર્ભિત સ્તુતિ કરી. ત્યાર પછી પ્રભુએ અમૃત તુલ્ય ધર્મદેશના આપવી શરૂ કરી. વાયુવેગે વાત ફેલાઇ ગઈ કે મહસેન વનમાં પ્રભુ મહાવીર પધાર્યા છે અને નગરવાસીઓનાં ટોળા મહસેન વનમાં ઉભરાવા લાગ્યા. સૌ પિતાના વૈભવ અનુસાર સજજ થઈને એક બીજાની હોડ કરતાં અને દેડાદોડ કરતાં
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org