________________
જય જયકાર
[ ૨૫૩ ] અપગમ એટલે નાશ. પ્રભુ જ્યાં વિચરતા હોય ત્યાં પ્રાયઃ સવાસો જન સુધી રેગ મરકી વગેરે ઉત્પન્ન થયેલા હોય તે શાંત થઈ જાય તેમ નવા ઉત્પન્ન થતા નથી ! - (૪) પૂજાતિશય શ્રી તીર્થકર દે ત્રણે લેકમાં પૂજનીય હેય, દેવતાઓ, ઈન્દ્રો, રાજાઓ અને મનુષ્ય સર્વ તેમને પૂજવાની ઈચ્છા રાખે. એ પૂજાતિશયના પ્રભાવે અરિહંત પરમાત્માને કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી અષ્ટ મહાપ્રાતિહાર્ય કાયમ હેય. આવા અનુપમ પ્રભાવી અનંત ગુણે અને અતિશને વરેલા, અસંખ્ય દેવતાઓથી પરિવરેલા એવા પ્રભુ મહાવીરની સેવા કરવામાં તત્પર એ હાથી ઉપર બેઠેલે શ્યામ વર્ણવાળે માતંગ નામનો યક્ષ અને સિદ્ધાયિકા નામની યક્ષિણ એ બન્ને યક્ષ યક્ષિણી નિરતં૨ પ્રભુની સમીપે સેવક બનીને રહેનારા શાસનદેવતા થયા !
શ્રી તીર્થકરોને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તીર્થની સ્થાપના કરવાનો નિયમ હોય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જે ભૂમિની અથવા જે નગરની યેગ્યતા હોય એ તરફ જ પ્રભુ વિહાર કરે.
પ્રભુ મહાવીરે મધ્યમ અપાપા નગરીમાં તીર્થસ્થાપનાની સુગમતા જોઈ. કારણ કે એ નગરીમાં એ સમયે મેટે ધાર્મિક મહત્સવ ચાલી રહ્યો હતે. અત્યંત ધનાઢ્ય એવા મિલ નામના એક બ્રાહ્મણે મોટે યજ્ઞ આરંભ્ય હતે ! એ યજ્ઞમાં ભાગ લેવા માટે દેશ દેશાંતરથી અનેક વિદ્વાન્ બ્રાહ્મણ પંડિતને આમંત્રણ આપી બોલાવ્યા હતા. વેદવિદ્યામાં પારંગત પંડિત યજ્ઞક્રિયા કરાવી રહ્યા હતા. કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી પ્રભુએ અપાપા નગરી તરફ સંધ્યા સમયે પહેલે
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org