________________
જય જયકાર
[ ૨૫૧ ] દાઢી મુછ અને મસ્તકના કેશ વધતા નથી, સદા સુશોભિત પ્રમાણુથી દેહ કાંતિમાં વધારો કરતા રહે !
(૧૮) શ્રી તીર્થકરપદના પ્રકૃષ્ટ પુણ્યદયથી ખેંચાયેલા ઓછામાં ઓછા ચારે નિકાયના મળીને એક કરોડ દેવતાઓ પ્રભુની સેવામાં નિરંતર હાજર રહે ! - (૧૯) પ્રભુ વિચરતા હોય તેની આસપાસ એક જન ભૂમિમાં છએ ઋતુઓ અનુકૂળપણે વર્તતી હોય, અને સર્વ પ્રકારના રૂપમાં વિશિષ્ઠ પ્રકારને સુગંધ અને સર્વ. જાતિના ફળે રસ ભરપુર ઝુલતા હોય !
- આ પ્રમાણે કર્મકૃત, જ્ઞાનકૃત અને દેવકૃત ચેત્રીશ અતિશયે સર્વ તીર્થકરને હોય તે જ પ્રમાણે તીર્થકર નામ કર્મનો ઉદય થવાથી પ્રભુ મહાવીરને પણ આ ચિત્રીશ અતિશયે પ્રાપ્ત થયા. તેમ પ્રબળ પુણ્ય પ્રભાવથી પ્રભુને બીજા ચાર અતિશય પ્રગટ થયા. - (૧) જ્ઞાનાતિશયઃ ત્રીશ કેડાછેડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળું જ્ઞાનાવરણીય કર્મ, ત્રીશ કેડાછેડી સાગરોપમની સ્થિતિવાળું દર્શનાવરણીય કર્મ, સીત્તોર કેડાછેડી સાગરેપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળું મેહનીય કર્મ અને ત્રીશ કેડાકોડી સાગરોપમની સ્થિતિવાળું અંતરાયકર્મ આ ચારે કર્મ આત્મગુણના ઘાતક હોવાથી ઘાતિકર્મ કહેવાય છે. એ ચારે ઘાતિકર્મોને ધ્યાન અને તપોબળથી જયારે પ્રભુએ ક્ષીણ કરી નાખ્યા ત્યારે પ્રભુને ભૂત, ભાવિ અને વર્તમાનકાળના ક્ષણક્ષણના ભાવોને જણાવનારા તેમજ ઉત્પત્તિ, નાશ. અને સ્થિરતા રૂપ ત્રિસ્વભાવી જગતના સ્વરૂપને દર્શાવનારાં એવાં
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org