________________
જય જયકાર
[ ૨૪૭] તિયચી ભાષામાં સમજે. દેશદેશથી એકત્ર થયેલા મનુષ્ય સૌ પોતપોતાની ભાષામાં પ્રભુવાણીનો મર્મ સમજે અને પ્રતિબોધ પામે.
(૩) મહા તેજસ્વી પ્રભુના મુખ સામે નજર માંડીને જોઈ ન શકાતું હોવાથી પ્રભુના પ્રભાવથી દેવતાઓ પ્રભુના મસ્તક પાછળ “ભા મંડળની રચના કરે તેમાં પ્રભુના વદન તેજ સંકમાય એટલે દરેક વ્યકિતઓ પ્રભુના ભવ્ય દર્શન સુગમતાપૂર્વક કરી શકે.
(૪) શ્રી તીર્થંકર પરમાત્મા જ્યાં વિચરતાં હોય કે બિરાજમાન હોય ત્યાં દરેક દિશાઓમાં પચીશ એજન અને ઉર્ધ્વ અને અર્ધ દિશામાં (સાડાબાર – સાડાબાર) બન્ને મળી પચીશ એજન એટલે સર્વ મળીને સવાસે
જન સુધી કેઇ પણ જાતના રોગ ઉત્પન્ન ન થાય, પૂર્વે થયેલા હોય તે નાશ પામે. પ્રભુના આ અતિશયથી સર્વ પ્રાણીઓ નિગી અવસ્થાને અનુભવ કરે.
(૫) ત્યાં સુધી પ્રાણીઓ જાતિવેર અને જાતિ સ્વભાવ વિસરી જાય, એટલે ઉંદર બિલાડી જેવી વેરભાવના શાંત થઈ જાય. સૌ મૈત્રીભાવનામાં કિલ્લોલ કરતાં હોય ! " (૬) ત્યાં સુધી સાત પ્રકારના ભયે કેઈને સતાવે નહિ.
(૭) તેટલા સ્થાનમાં મરકી વગેરે દેવકૃત, માનવકૃત ઉપદ્રવો અને અકાલ મૃત્યુ થાય નહિ.
(૮) અતિ વૃષ્ટિ ન થાય, (૯) અનાવૃષ્ટિ પણ ન થાય વર્ષાઋતુ સપ્રમાણુ ફળ આપે.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org