________________
૨૩. જય જયકાર
વૈશાખ સુદ દશમના દિવસે તીવ્ર આતાપના લેતાં પ્રભુને કદિ નાશ ન પામે તેવા અપ્રતિપાતિ કેવળજ્ઞાન અને કેવળ દર્શનની સિદ્ધિ સાંપડતાં ઇન્દ્રોના ઈન્દ્રાસનો ડેલી ઉઠયા. આખી પૃથ્વી પુલકિત બની. તે ક્ષણે નારકીમાં રહેલા જીએ પણ પ્રકાશને પામી ક્ષણભર શાંતિને
સ્વાદ ચાખ્યો. એ ખુશનુમા સમયે સર્વત્ર આનંદ વતી રહ્યો. ઇન્દ્રો અને અસંખ્ય દેવતાઓ જ પ્રભુને જ્ઞાનમહાસવ ઉજવવા આવ્યા. પ્રભુની સાધના સફળ થવાની ખુશાલીમાં કેટલાક દેવ હર્ષથી નાચવા લાગ્યા ! કોઈ કુદવા લાગ્યા ! કોઈ ગીત ગાન કરવા લાગ્યા! કોઈ દેવદુંદુભિના ગંભીર ઘેષ ગજાવવા લાગ્યા ! કઈ દેવતાઓ પ્રભુના ચરણમાં નમસ્કાર કરવા લાગ્યા.
- ત્યાર પછી દેએ રચેલા રત્ન, સુવર્ણ અને રૌખ્યમય ત્રણ ગઢવાળા સમવસરણુમાં બેસી જ્ઞાનના સાગર પ્રભુ મહાવીરે પ્રથમ મંગલ દેશના ફરમાવી. પણ દૂરથી આવનાર મનુષ્યને
Jain Education International 2010_04 For Private & Personal Use Only
WWW.jainelibrary.org