________________
[ ૨૪૨ ]
શ્રી મહાવીર જીવનતિ સેવ્યું ન હતું. કદિ શરીરની દરકાર કરી ન હતી. કદી સ્વમાન સાચવવાની અને બહુમાન મેળવવાની અભિલાષા સેવી ન હતી. કદી દાંભિક વૃત્તિ રાખી ન હતી આવા અનેક ગુણલંકૃત પ્રભુ, માન અપમાનમાં સમાનવૃત્તિ ધારણ કરતાં પ્રભુ, નિરાભરણુ કાયા અને નિર્મળ મનથી પ્રાયઃ મૌન સેવતા પ્રભુ આત્માની નિરાવરણ દશાને સાધવા માટે સાડા બાર વર્ષ અને એક પખવાડીયા સુધી કષ્ટોની પરંપરાને વેઠતા પૃથ્વીતલ પર વિચર્યા.
આ સાધના કાળ દરમ્યાન દીક્ષાના દિવસથી અત્યાર સુધીમાં પ્રભુ કોઈ દિવસ જમીન પર બેઠા નથી. ધ્યાનના આસને ધારણ કરતા ત્યારે દેહિકા આસને એટલે ગાયને દેહતી વખતે જે રીતે બેસવામાં આવે છે તેવી રીતે બેસીને પ્રભુએ કઈ વાર ધ્યાન ધર્યું હશે. તે સિવાય એક મિનીટ પણ બેઠા નથી. આવી ઉત્કૃષ્ટ સાધના કરતાં પ્રભુ કદી અકળાયા નથી, મુંઝાયા નથી, થાક્યા નથી. એક માત્ર જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ ત્રણ રત્નોને પ્રગટ કરવા રાતદિવસ જોયા વગર દિલનું સંમાર્જન કરતાં જ રહ્યા, કરતાં જ રહ્યા. હૃદયભૂમિ વિશુદ્ધ બની ગઈ. અંતરમાં સમ્યજ્ઞાન, સમ્યદર્શન અને સમ્યફચારિત્ર રૂપ ત્રણ રત્નોને ચળકાટ વધી ગયે. પ્રભુ સાધનાની અંતીમ ક્ષણે પહોંચી ગયા. ધૈર્ય પૂર્વક ત્યાંથી વિહાર કરતાં ભકગામની બહાર જુવાલુકા નદીને ઉત્તર કાંઠે પધાર્યા.
ગ્રીષ્મ ઋતુને સમય હતે. વૈશાખ સુદ દશમને દિવસ હતો. તે દિવસે પ્રભુએ પોતાના છદ્મસ્થ પર્યાયમાં ચેવિહારી છઠ્ઠનો અંતિમ તપ સ્વીકાર્યો હતે. શામક નામના કેાઈ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org