________________
સાધનાની અંતિમ ક્ષણે
[ ૨૩૯ ] બતાવ્યા સિવાય કંઈ પણ કરી શકયા નહિ! એમના માનસિક બળને સદ્ધર બનાવવામાં તેમણે કરેલી ઉગ્ર તપસ્યાને જ મૂખ્ય ફાળે હતા. પ્રભુએ જગતને બતાવી આપ્યું કે આત્મા એ જ કર્મને કર્તા છે, જોક્તા છે અને સંહર્તા છે! પોતાના આત્મા પર અડ્ડો જમાવીને બેઠેલા કર્મોને આત્માથી અલગ કરવા માટે તેમણે ઉગ્ર અને દીર્ઘ ઉપવાસપૂર્વક તપસ્યા કરી. દિવસના દિવસે સુધી પાણી વિનાના ચોવિહાર ઉપવાસે કર્યા. એ રીતે કર્મને જીતવા માટે પ્રભુએ આંતરિક જંગ માંડયો ! રાજદ્ધિ છેડી, સ્વાધિન સાહેબીને લાત મારી, પ્રેમ અને સ્નેહના બંધન તેડીને રેતીના કણની માફક કુટુંબ પરિવાર છોડ્યો ! તેમ દેના મમત્વને છેડવા માટે જબર પુરુષાર્થ આદર્યો! અનાર્ય દેશના અનાડી લોકો તરફથી જે કદર્થના વેઠી તે ચર્મજીભે કહી શકાય એમ નથી ! આત્મગુણના થાતક એવા ઘાતિ કર્મોને ઘાત કરવા માટે જે તપસ્યા કરી તેનું વર્ણન થઈ શકે એમ નથી. સાંભળતાં હદય થડકી જાય, ચિત્ત ચમકી જાય અને અંતરે પ્રભુ પ્રત્યે અહોભાવથી ઝુકી જાય એવી પ્રભુની છદ્મસ્થ જીવનના સાડા બાર વર્ષ અને એક પખવાડિયાની જીવનચર્યા દરેક ભવિ આત્માઓ માટે પરમ પ્રેરણાનું સ્થાન છે.
- આ છદ્મસ્થ સમયમાં પ્રભુએ સંગમદેવના ઉપસર્ગથી પૂર્ણ છમાસી તપ એટલે છ મહિનાના ઉપવાસ કર્યા, બીજી વાર લીધેલ અદૂભુત અભિગ્રહના ગે પાંચ માસ અને પશ્ચીશ દિવસના ઉપવાસ થયા. અને ચંદનબાળાના હાથે પારણું થયું. ચૌમાસી તપ એટલે ચાર મહિનાના ઉપવાસ નવ વાર કર્યા. બે ત્રિમાસી તપ એટલે ત્રણ મહિને
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org