________________
સાધનાની અંતિમ ક્ષણે
[ ૨૩૭] સમર્થ એવા પ્રભુના દેહની ચિકિત્સા હું શી રીતે કરું?” શેઠે કહ્યુઃ “અત્યારે જરાય વખત ગુમાવો પાલવે એમ નથી. તું જલ્દી બેલ, આ શલ્ય દૂર કરવા માટે શું શું જોઈએ છે?” કાનમાંથી ખીલા કેવી રીતે કાઢવા એ માટે વૈદે ખૂબ વિચાર કર્યો. પછી જોઈતી સામગ્રી એકઠી કરી અને મિત્રે પ્રભુ પાસે આવ્યા. ધ્યાનસ્થ પ્રભુને ત્રણ પ્રદ. ક્ષિણ આપી વિનયપૂર્વક આજ્ઞા માગીને પ્રભુને એક તેલની કુંડીમાં બેસાડયા. દક્ષ પુરુષ પાસે પ્રભુના આખા શરીરે માલિશ કરાવી બધા સાંધાઓ શિથિલ કરાવ્યા. પછી બન્ને મિત્રોએ બે સાણસી લઇ પ્રભુના અને કાનમાંથી બંને ખીલા ખેંચી કાઢ્યા ! ખીલા બહાર નીકળતાંની સાથે જ પ્રભુના અને કાનમાંથી લોહીની ધાર છૂટી, એની વેદના એવી જમ્બર થઈ કે સમતાશીલ પ્રભુના મુખમાંથી પણ એક ભયંકર ચીસ નીકળી ગઈ. એ ચીસના અવાજથી જાણે પૃથ્વી ફાટી ન ગઈ હોય એ મોટો ધડાકો થયો. ભૈરવ જેવા ભયંકર અવાજથી પ્રભુ જે ઉદ્યાનમાં બિરાજમાન હતા, એ ઉદ્યાન મહા ભૈરવના નામે પ્રસિદ્ધ થઈ ગયું. સંરૌહિણું
ઔષધી લગાડી ખરક રૌદે પ્રભુના કાનના ઘા તત્કાલ રૂઝવી નાખ્યા. પ્રભુ વ્યાધિ રહિત થયા. બંને મિત્રો પુણ્યાનું બધી પુણ્યના ભાગીદાર બન્યા. પ્રભુ પાસે અવિનયની ક્ષમા માગી નમસ્કાર કરી સ્વસ્થાને ગયા. અને શુભ કાર્યની અનુમોદના કરતા આયુરક્ષચે એ બને મિત્રે દેવ સમૃદ્ધિના ભક્તા બન્યા. પેલે ભારેકમ શેવાળ પ્રભુને સંતાપી નિકાચિત કર્મના બંધથી સાતમી નરકે ગયે. એક બાજુ પીડા કરનાર વાળ અને બીજી બાજુ પીડા દૂર કરનાર સિદ્ધાર્થ શેઠ અને ખરક વૈદ, આ અપકારી અને ઉપકારી બને પક્ષે સરખે જ ભાવ રાખનાર પ્રભુ ખરેખર અદ્ભુત
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org