________________
[ ૨૩૬ ]
શ્રી મહાવીર જીવન તે ભલે લાંબા સમય સુધી પીડા ભેગવે, એવા ભાવથી ગોવાળે બહાર દેખાતી સળીઓના ભાગ કાપી નાખ્યા. પ્રભુએ અસહા વેદના અનુભવી છતાં ગોવાળ ઉપર જરા ય રોષ ન કર્યો. તેમ જરા ય ઊંકારે પણ ન કર્યો! અપૂર્વ શાંતિ રાખી. ગોવાળ ભયંકર ઉપસર્ગ કરીને રાજી થતે ચાલ્યા ગયે. પણ જાણે કંઈ જ બન્યું નથી એ રીતે પ્રભુએ પૂર્વવત્ વિહાર કર્યો અને મધ્યમ અપાપા નગરીમાં પધાર્યા. ત્યાં પારણ માટે ફરતાં ફરતાં પ્રભુ સિદ્ધાર્થ નામના શેઠના ઘેર ગયા. સિદ્ધાર્થ શેઠે ભકિતપૂર્વક પ્રભુને પ્રતિલાલ્યા, દેએ પંચદિવ્ય પ્રગટ કર્યા. ત્યાં શેઠના મિત્ર ખરક નામના વૈદે પ્રભુના મુખનું સૂક્ષ્મદષ્ટિથી અવલોકન કર્યું અને શેઠને કહ્યું: “મિત્ર ! આ દેવાય સર્વાગે સંપૂર્ણ છે છતાં તેમના શરીરમાં કોઈ વ્યાધિ હોય તેવું જણાય છે.” સિદ્ધાર્થ શેઠે કહ્યું: “ભાઈ ! તું પ્રભુનું શરીર બરાબર તપાસી જે! ક્યો વ્યાધિ તેમને પીડી રહ્યો છે તેનો નિર્ણય કર !” વૈદે પ્રભુને ઊભા રાખી તપાસ કરતાં કાનમાં ખીલા નાખેલા જણાયા. આ જોઈ વૈદ કંપતા સ્વરે બેઃ “આ મહાત્માના કાનમાં તે કઈ અભાગી આત્માએ ખીલા ઠેકેલા છે. સહનશીલ મહાત્મા એની અસહ્ય વેદના ભોગવી રહ્યા છે.” સિદ્ધાર્થ શેઠ એક દમ બેલી ઉઠ્યાઃ “અરે મિત્ર! પ્રભુના દેહનું શલ્ય મારા દિલને ભેદી રહ્યું છે. તું તત્કાલ એને દૂર કરવા પ્રયત્ન કર ! પ્રભુની વેદના મારાથી બિલકુલ જઈ શકાય એમ નથી.” આમ બન્ને વાત કરે છે ત્યાં નિર્મોહી પ્રભુ ત્યાંથી ચાલ્યા ગયા. સિદ્ધાર્થ વૈદને સમજાવ્યું: “ભાઈ! પ્રભુની સેવા કરવાનો સમય એ આપણું ઉદ્ધારનો સમય છે માટે તું વિલંબ ન કર !” ખરક વૈદે કહ્યુંઃ “મિત્ર! તું કહે છે એ વાત સાચી છે, પણ સર્વનું રક્ષણ કરવામાં
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org