________________
૨૨. સાધનાની અંતિમ ક્ષણે
પુણ્યશાળી અને ધર્મભાવી જીવે ઉપર આવેલી આફત તેમના લાભનું કારણ થાય છે. ચંદનાએ આવેલી આફત સમભાવપૂર્વક સહન કરી. તેના બદલામાં તેણે વિપુલ યશ અને પ્રભુના અદ્દભુત અભિગ્રહની પૂર્ણાહુતિમાં નિમિત્ત બનવાનો અપૂર્વ લાભ મેળવ્યું. પ્રભુ સુમંગળ ગામે પધારતાં ત્યાં સનસ્કુમારેન્દ્ર અને સક્ષેત્ર ગામમાં માહેદ્રકલ્પના ઈન્દ્ર આવીને પ્રભુને વંદન કર્યા. પાલકઝામે પ્રવેશ કસ્તાં ભાયલ નામનો કોઈ દુષ્ટ વણિક અપશુકનની બુદ્ધિથી પ્રભુને ઉઘાડી તરવારે મારવા દોડ્યો. પણ સિદ્ધાથે તેને અટકાવ્યું
ચંપાનગરીએ પધારતાં સ્વાતિદત્ત નામના બ્રાહ્મણની યજ્ઞશાળામાં ચૌમાસી ત૫ સ્વીકારી બારમું ચાતુર્માસ બિરાજમાન થયા. ત્યાં પ્રભુ પ્રત્યે અનુરાગી બનેલા પૂર્ણભદ્ર અને માણિભદ્ર નામના બે યક્ષે દરરોજ રાત્રે આવીને પ્રભુની ભક્તિપૂર્વક પૂજા કરતાં. તે જોઈ સ્વાતિદત્ત બ્રાહ્મણને થયુંઃ આ દેવાય કેઈ મહાત્મા જણાય છે. એમના પ્રભાવથી આકર્ષિત થયેલા દેવે તેમના પ્રત્યે ભક્તિભાવ પ્રદર્શિત કરવા દરરે જ આવે છે. હું પણ તેમની પાસે જઈ મારા મનની શંકાઓ દૂર કરવા તેમના જ્ઞાનને લાભ ઉઠાવું.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org