________________
ધન્ય મહાવીર, ધન્ય ચંદના.....
<<
??
[ ૨૩૧ ] બોલતી ચંદનાને ભેટી પડી. માશી ભાણેજનું સુખદ મીલન થયું. કંચુકીને આશ્વાસન આપતાં શતાનિક રાજાએ કહ્યુ : અહા....આ ખાળા તા ભારે ભાગ્યવતી છે, હાથે પ્રભુએ દીર્ઘ તપસ્યાનું પારણું કર્યું. આજે આનંદના અવસર છે, લુહારને મેલાવવા ગયેલ ધનાવાડુ શેઠ દુંદુભિના નાદ લોકમુખે પ્રભુએ પોતાના જ ઘરે પારણું કર્યાની હકીકત જાણી શ્વાસભેર દોડતા આવ્યા. પેાતાના ઘર આંગણે આ અભિનવ દૃશ્ય નિહાળી અત્યંત હર્ષાવેશમાં આવી ગયા. ચંદનબાળાને સર્વો'ગે સુસજ્જ જોઇ અને પ્રભુએ તેના હાથે પારણું કર્યું, એ જાણી તેમની રામરાજી વિકસ્વર થઇ ગઇ. સૌધર્મેન્દ્ર પણ દેવપરિવાર સાથે પ્રભુના પારણા મહેાત્સવ ઉજવવા હાજર થઇ ગયા. એ બધા દેવા, શતાનિક રાજા, મૃગાવતી રાણી વગેરે નગરજનાએ અંતરના ઉમળકાથી પુલકિતભાવે પ્રભુને નમસ્કાર કર્યાં. ઉગ્ર તપનું પારણુ' ચંદનાના હાથે કરી દિલથી નિલેપ પ્રભુ ત્યાંથી વિહાર કરી ગયા. પ્રભુના ગયા પછી લાભથી વસુધારાનુ' ધન લેવા ઈચ્છતા શતાનિક રાજાને અટકાવી ઈન્દ્રે ચંદનાની ઈચ્છાથી એ ધન ધનાવાડ શેઠને અપાવ્યું. “ ચંદનબાળા ચરમ દેહી છે, પ્રભુને કેવલજ્ઞાન થશે ત્યારે તેમની પ્રથમ શિષ્યા થઇ છત્રીશ હાર સાધ્વીગણની નેતા અની શુદ્ધ સંયમ પાળી મેાક્ષમાં જશે. તમારે આ માળાનુ સારી રીતે રક્ષણ કરવું” એમ શતાનિક રાજાને કહી ઈન્દ્ર સ્વસ્થાને ગયા. શતાનિક રાજા અને મૃગાવતી રાણી ચંદનાને લઈ રાજમહેલમાં પાછા ફર્યાં. અને માનપૂર્વક પોતાની જ કન્યા તરીકે તેને કન્યાઓના અંતઃપુરમાં રાખી, ચંદના પણ પેાતાના વિશુદ્ધ વર્તનથી આનદિત ચિત્તે માશીના ઘેર રહી. ધનાવાહ શેઠ ધર્મમય દિવસા પસાર કરવા લાગ્યા.
Jain Education International- 2010_04 For Private & Personal Use Only
જેના
www.jainelibrary.org