________________
-
-
છે અને પગમલ ચદનબાળા કરતે
[ ૨૩૦ ]
શ્રી મહાવીર જીવનત ડાયેલી લોખંડની બેડી તડાકા સાથે તૂટી. હાથમાં સુંદર કંકણ અને પગમાં અભિનવ ઝાંઝર સ્વરૂપે જડાઈ ગઈ ! ચંદનાના મસ્તકે શ્યામલ દીધું કેશપાશ અને સર્વાગે રત્નમય અલંકારે ગોઠવાઈ ગયા ! ચંદનબાળા દેવાંગના સમ ઓપવા લાગી. આકાશમાં ધમ...ધમકરતે દેવદુંદુભિ ગડગડવા લાગ્યા. સાડી બાર કોટી સેનયા સાથે સુગંધી જલપુષ્પ અને વસ્ત્રોની વસુધારા વરસવા લાગી! દુંદુભિને નાદ સાંભળી ધનાવાહ શેઠનું ભવન લાખો ગમે નગરજનથી ઘેરાઈ ગયું. પ્રભુના અભિગ્રહ પૂર્ણાહુતિ નિમિત્તે દુંદુભિના મંગલઘોષથી ખુશ થઈને શતાનિક રાજાએ પિતાના બધા બંદીવાનો છેડી મૂક્યા અને મૃગાવતિ રાણી વગેરે રાજપરિવાર સાથે ઘટના સ્થળે દોડી આવ્યા. સુગુપ્ત મંત્રી અને નંદા શ્રાવિકા મેટા પરિવાર સાથે આવ્યા. સર્વત્ર પ્રભુના પારણાની ખુશાલી ફેલાઈ ગઈ. પાંચ માસ ને પચીશ દિવસે પ્રભુને અતિ કઠિન અભિગ્રહ પૂર્ણ થતાં પ્રસન્ન થયેલા દેવતાઓ પ્રભુના મંગલમય તપનો પારણું મહત્સવ ઉજવવા દેડી આવ્યા. આકાશમાં દેવતાઓ નૃત્ય કરવા લાગ્યા. ધરતી પર મનુષ્ય નાચવા લાગ્યા. કૌશાંબીનગરીમાં જય જયારવ ફેલાઈ ગયે. શતાનિક રાજાનો બંદી તરીકે પકડાયેલે દૃધિવાહન રાજાનો સંપૂલ નામનો અંતઃપુરને રક્ષક આજે છૂટે થતાં માનવ મેદની વચ્ચે હાજર હતો. તેણે ચંદનાને જોઈ અને વસુમતી તરીકે પોતાના રાજાની કન્યાને ઓળખી, મુક્તકંઠે રડતે ચંદનાના પગમાં આળેટી પડ્યો ! એને ઓળખીને ચંદના પણ માતપિતાને યાદ કરી રડવા લાગી ! શતાનિક રાજાના પૂછવાથી સંપૂલે ચંદનાની ઓળખાણ આપતાં મૃગાવતી રાણી બેલી “અરે..... આ ને મારી બેન ધારિણીની પુત્રી મારી ભાણેજ છે” એમ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org