________________
-
-
ધન્ય મહાવીર, ધન્ય ચંદના...!
[ ૨૨૯ ] - ચંદનાએ પ્રભુ મહાવીરને જોયા. બાળપણમાં માતા પાસે સાંભળ્યું હતુ કે સિદ્ધાર્થ રાજા અને ત્રિશલાદેવીના રાજપુત્ર વર્ધમાનકુમાર રાજવૈભવ છેડી આત્મિક સુખને પ્રગટ કરવા તપસ્વી જીવન સ્વીકારી સર્વત્યાગના પંથે ચાલી ગયા છે, પણ મહાવીરને કેાઇ વાર જોયા ન હતા ! પ્રભુનું તેજસ્વી છતાં સૌમ્ય વદન અને દેહકાન્તિ જઈ ચંદના ચમકી ગઈ.અંતરમાં એક વિચાર ઝબકી ગયે ! માતાએ કરેલી વાત તેને યાદ આવી ગઈ. રખેને, આ વર્ધમાનકુમાર તે નહિ હોય ! અહા ! આવી વિષમ સ્થિતિમાં પણ મારા ભાગ્યને સિતારો ચમકી રહ્યો છે! જીવનમાં પહેલી જ વાર કરેલા અઠ્ઠમતપના પારણે આવા પરમ તેજસ્વી મહાત્મા અચાનક ભિક્ષા સમયે પધાર્યા. આજ હું ધન્ય બની ગઈ! અજાણતાં જ ઉત્તમ સુપાત્રને ભિક્ષા આપવાનો પ્રસંગ ઉપસ્થિત થયે ! પણ અત્યારે હું એવા સંજોગેમાં સપડાઈ ગઈ છું કે મારા હાથમાં આવા તપસ્વીને આપવા લાયક ભિક્ષા નથી ! છતાં આ મહાત્મા મારી ભાવના અવશ્ય સત્કારશે! ભાવવિભોર બનેલી ચંદનાના નયનમાં હર્ષના આંસુ ધસી આવ્યા. વિનયપૂર્વક મહામુશીબતે ઊભી થઈ પ્રભુ પાસે જવા તૈયાર થઈ પણ પગ બેડીમાં જ જકડાયેલા હોવાથી આગળ વધી શકી નહિ! એક પગ જ ઉંબર બાર જઈ શકયો. રડતી રડતી ચંદના બેલી: “પ્રભુ આ ભિક્ષા જે કે આપના જેવા અતિથિ માટે અનુચિત છે પણ એમાંથી થોડું ગ્રહણ કરવા મારા ઉપર અનુગ્રહ કરે ! ” પ્રભુએ અભિગ્રહની પૂર્ણાહુતિ જોતાં પાંચ માસ અને પચીશ ઉપવાસનું પારણું કરવા પિતાનું કરપાત્ર લંબાવ્યું. ચંદનાએ હર્ષભર્યા હૈયે પ્રભુનું કરપાત્ર અડદના બાકુળાથી ભરી દીધું! ત્યાં તે ચમત્કાર સરજાણે ! ચંદનાના હાથ પગમાં સજજડ જક
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org