________________
[ ૨૨૮ ]
શ્રી મહાવીર જીવનત મારે અઠ્ઠમ તપ થયે. આ તપના પારણે જે કોઈ ભિક્ષુક આવી ચડે તે એને આપીને પછી હું પારણું કરૂં !” સંસ્કારી આત્મા ગમે તેવા સંજોગોમાં પણ પોતાના સંસ્કારે વિસરતો નથી. ત્રણ દિવસની ભૂખી હોવા છતાં ભાવમગ્ન દશામાં અતિથિની રાહ જોતી ઉંબરામાં બેસી રહી.
રસ દાસી અને ઉપવાસી છે એમાં
કૌશાંબીની શેરીએ શેરીએ ગૌચરી માટે ફરતાં પ્રભુને અભિગ્રહની પૂર્ણાહુતી ન થતાં આજે તેમને પાંચ માસ અને પચીસ દિવસ ઉગ્યે ! આટલે દીર્ઘ સમય આહાર પાડ્યું રહિત વીત્યો હોવા છતાં પરમ તેજસ્વી પ્રભુ તેજ કીરણને ઝીલતાં ઝીલતાં આજે પણ રેજના નિયત સમયે ભિક્ષા માટે ફરતા હતા. આતુર નયને અને દુઃખી દિલે કેણું ભાગ્યશાળી પ્રભુને પારણું કરાવશે ? એની સૌ કેઇ સ્થિર નયને રાહ જોઈ રહ્યા હતા. આજના મંગળ દિવસે પ્રભુ ધનાવાહ શેઠના ભવન દ્વારે આવી ઊભા ! આસપાસ કોઈ ન હતું. દાસ દાસીઓ મૂળાના ભયથી બધા આઘાપાછા થઈ ગયા હતા. ત્રણ દિવસની ઉપવાસી ચંદના વિચારી રહી હતી કે “આ સંસાર એક જીવન નાટક છે એમાં આ આત્મા અવનવા અંક ભજવી રહ્યો છે ! ક્યાં માતપિતા ! કયાં રાજકુલ !
ક્યાં ચૌટામાં વેંચાવું ! ધનાવાહ શેઠ જેવા ધર્મિષ્ઠ પિતા મળવા ! રાજકુલમાં નિત નવા મીઠાઈ મેવા આગતી મારા જેવી બાળા આજે હાથમાં સુપડામાં અડદ બાકુળાના ભેજન લઇને આરોગવા બેઠી છે ! આ બધી સંસારની વિચિત્રતા છે! આ સમયે કોઈ ભિક્ષુક આવી ચડે તે થોડું તેને આપીને પછી હું ત્રણ ઉપવાસનું પારણું કરૂં !” તેવામાં મહાતેજથી ઝળહળતા પ્રભુ એકાકી વણે ચંદના સામે આવી ઊભા !
કયાં રાત
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org