________________
ધન્ય મહાવીર, ધન્ય ચંદના...!
[ રર૭ ] ઘણે પ્રેમ હતા. આથી તેને થયું કે હું વૃદ્ધ છું. મરણ આવે તે ભલે આવે પણ અંધારા ઓરડામાં ખાધા પીધા વગર એ ફૂલ જેવી છોકરી મરી જશે તે તેનું પાપ મને લાગશે. માટે હું શેઠને વાત કરૂં. શેઠને ખાનગીમાં બેલાવી દાસીએ શેઠાણીના સીતમની વાત કરી દીધી અને ચંદના ક્યાં છે એ સ્થાન પણ બતાવી દીધું.
ચંદનાના દુઃખની વાત સાંભળી શેઠના દિલને ધક્કો લાગ્યા. શોધવાના બહાને ફરતાં શેઠે અંધારીયા ઓરડાનું તાળું તોડી નાખ્યું છે જેના હાથ પગ બેડીએ જડ્યા છે, મસ્તક મંડિત છે એવી ચંદનાને કરમાલી વેલડીની જેમ એક ખૂણામાં નવકારમંત્રનું સ્મરણ કરતી બેઠેલી જોઈ ! ચંદનાની આવી સ્થિતિ જોતાં જ શેઠ પિક મૂકીને રડી પડ્યા.....“અરે, બેટી! તારી આવી દશા ! ત્રણ ત્રણ દિવસથી તે કશું ખાધું નથી!” આમ બોલતાં શેઠ ખાવાનું લેવા દેવ્યા. પણ મૂળાના પાકા બંદોબસ્તથી ખાવા જે કઈ પદાર્થ હાથમાં ન આવ્યું. બપોરને સમય વિતવા આવ્યા હતા. રસોડું સાફ હતું. ચારે બાજુ નજર કરતાં ઢેર માટે બાફેલા અડદ એક વાસણમાં જોયા. બીજું કંઈ વાસણ ન મળવાથી શેઠ એક સુપડામાં થોડા અડદ લઈ ચંદના પાસે ગયા અને કહ્યું. “બેટા ! હમણું તું અડદ ખા ! હું બેડી તેડવા માટે જલ્દી લુહારને બેલાવી લાવું. પછી તારા માટે સારા ભેજનની વ્યવસ્થા કરીશ.” આમ કહી ખરે બપારે ખુલ્લા પગે ધનાવાહ શેઠ લુહારને બોલાવવા દેડ્યા.
આ બાજુ એરડાના ઉંબરામાં આવીને બેઠેલી ચંદના વિચારવા લાગી કે “ભાગ્ય ગે અને કુદરતી સંગે
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org