________________
| ૨૨૬ ]
શ્રી મહાવીર જીવનજ્ગ્યાત
46
ણીના સખત ફરમાનથી કોઈ પણ દાસદાસીએ તેની પાસે જઈ શકયા નહિ. મૂળાના ભયથી બધા ધ્રુજી ઊઠ્યા અને સમસમી રહ્યા. મૂળા પેાતાનું કામ પતાવી પોતાના પિયર જતી રહી. સાંજે શેઠ ઘેર આવતાં જ પહેલી પૃચ્છા ચંદનાની કરી પણ ડરના માર્યા કેાઈ નાકરે જવાબ ન આપ્યું. રાત્રે ફરી પૂછ્યું તો ય કોઇએ જવાબ ન આપ્યા. અંધારીયા એરડામાં બંધન અવસ્થામાં પડેલી ચંદના ઘેાડીવાર રૂદન કરી શાંત થઇ વિચારવા લાગી.... અહા....ક્યાં મારૂ રાજકુલ અને ત્યાં આ બંધનાવસ્થા! ખરેખર, મેં પૂર્વભવમાં નિકાચિત પાપકર્મા આંધ્યા છે તેના ફળ મને આ ભવમાં ભાગવવા પડે છે. ” માતા પાસે જૈનત્વના સંસ્કારને વરેલી ચંદનાએ શાંતભાવથી વિચાયુ...! “ મને નવકારમંત્રના સ્મરણુ કરવા માટે અને ધ સ્વરૂપ ચિ'તવવા માટે સુંદર એકાંત સ્થળ મળ્યું. જ્યાં સુધી મારા પર આવી પડૅલુ' સંકટ દૂર ન થાય ત્યાં સુધી મારે અન્ન પાણી ન લેવા અને નવકારમંત્રનુ` સ્મરણ કરવું. ધનાવાશેઠ મને પુત્રી સમજે છે. હું તેમને મારા પિતા સમજુ છું. મૂળા મારી માતા છે. આમાં એને કેાઈ દોષ નથી. દ્વેષ મારા પૂર્વ કૃત કમને જ છે. ” આવા વિચાર કરતી ચદનાએ એરડાને આતમ અજવાળવાનું સાધન માની સમતાભાવથી ધર્મ ધ્યાનપૂર્વક સમય પસાર કરવા લાગી.
ત્રણ ત્રણ દિવસ સુધી શેઠે ચંદનાની ખૂબ તપાસ કરી પણ ચંદનાનેા પત્તો ન લાગતાં ચાથા દિવસે બધા નાકરાને એલાવીને ધમકાવ્યા. તે ય કાઈ ભાળ ન મળી, શેઠ ભારે વ્યાકુળ અની ગયા. એક વફાદાર અને વૃદ્ધ દાસીથી ચăનાનુ અને શેઠનુ દુ:ખ સહન ન થયું. તેને ચંદના ઉપર
Jain Education International2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org