________________
[૨૪]
શ્રી મહાવીર જીવન લઇ ગયે. તેને રૂપવતી દેખી સારા દામ ઉપજશે એ હેતુથી રાજકન્યા વસુમતીને વેચવા માટે કૌશાંબીના દાસ બજારમાં ઊભી રાખી. દેવી સંકેતે ધનાવાહ શેઠ ત્યાં આવી ચડ્યા, તેમની નજર વસુમતી ઉપર પડતાં જ ચમકી ગયા. આ ખીલતી કળીસમી કન્યા કોઈ સારા કુલની લાગે છે. એ
જ્યાં ત્યાં વેચાશે તે ભારે દુઃખી થશે. એવા દયાદ્રભાવથી શેઠે સુભટને મેં માગ્યા દામ આપી વસુમતીને ખરીદી ઘેર આવ્યા અને મૂળ શેઠાણીને કહ્યું: “તમારે આ કન્યારત્નને પુત્રીની જેમ જાળવવું.” પછી ધનાવાહ શેઠે એના કુલની અને માતપિતાની માહિતી મેળવવા એ કન્યાને ઘણું પ્રશ્નો કર્યા પણ એ કુલિન કન્યાએ પોતાના કુલનું મહત્ત્વ પ્રગટ ન કર્યું. ફૂલ જેવી કોમળ કન્યા ઉપર શેઠને પુત્રીવત્ પ્રેમ ઉભરાયે. તેના ચંદન જેવા શીતળ સ્વભાવથી આકર્ષાઈને શેઠે તેનું ચંદના નામ પાડ્યું.
ધનાવાહ શેઠ ચંદનાની સુંદર જાળવણી કરતાં જોઈ મુળાના અંતરમાં ઈર્ષ્યા ઉભરાણી. વારંવાર શેઠની સામે વાદમાં ઉતરી કહેતી: “દાસીને માથે ચડાવવી સારી નહિ.” આ સાંભળી શેઠ કહેતાઃ “આ ચંદના મારી પુત્રી છે. આવી રૂપરૂપના અંબાર સમી કન્યાને દાસી કહેવી એ દિલની કૃપણુતા છે. તારે ચંદના પાસે કઈ કામ ન કરાવવું. પણ એકની એક વહાલસોયી પુત્રીની જેમ તેની બધી ઈચ્છાઓ પુરી કરવી.” ચંદના પ્રત્યેનો આવે પક્ષપાત શેઠાણીને ખેંચવા લાગ્યધનાવાહ શેઠે ચંદના માટે સુંદર કારીગીરીથી ઓપતા અલંકારો કરાવી આપ્યા. અને ચંદના નિત નવા કપડા પહેરે એવી ઈચ્છાથી સારા સારા કપડા વગેરે વસ્તુઓ લાવી આપતાં. એની ખાવા પીવાની ખૂબ જ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org