________________
[ ૨૨૨ ]
શ્રી મહાવીર જીવનજ્યોત તે દરરોજ આવી રીતે બધાના ઘેરથી પાછા જાય છે. કંઈ પણ લેતા નથી.” આ સાંભળી નંદાએ વિચાર્યું કે “પ્રભુએ કઈ પણ અભિગ્રહ ધારણ કર્યો હોવો જોઈએ. નહિતર ભિક્ષા માટે નીકળેલા પ્રભુ પ્રાસુક અન્ન લીધા સિવાય કેમ પાછા ફરે !” આમ તર્ક વિતર્ક કરતી નંદા પ્લાન મુખે બેઠેલી છે તેવામાં મંત્રીશ્વર ઘેર આવ્યા અને ઉદાસિનતાનું કારણ પૂછયું. ત્યારે નંદાએ ગદગદુ સ્વરે પ્રભુ પધાર્યા અને પાછા ફર્યા એ હકીકત કહી સંભળાવી. કહ્યુંઃ “આવી રીતે પ્રભુ નગરમાં ભિક્ષા માટે પધારે અને કેઈ અપૂર્વ અભિગ્રહના કારણે ગૌચરી લીધા વિના પાછા જાય અને તમારા જેવા મંત્રી મેજુદ હોવા છતાં એ જાણવા માટે કોઈ પ્રયત્ન ન કરે તે તમને શક્તિ મળી શા કામની?” મંત્રીએ કહ્યું હું જરૂર આજે પ્રભુને અભિગ્રહ જાણવા માટે શક્ય પ્રયત્ન કરીશ. તે વખતે મૃગાવતી રાણીની વિજયા નામની દાસી મંત્રીના ઘેર આવેલી હતી. તેણે પ્રભુ સંબન્ધી બધી વાત સાંભળી મૃગાવતી પાસે જઈને કરી. મૃગાવતી મહાવીરને સારી રીતે પીછાનતી હતી. પ્રતાની જ ફેઈના દિકરા સાધુ અવસ્થામાં વિચરતાં છતાં પિતાના જ નગરમાં ભિક્ષાથી વંચિત રહે એ વિચારથી તેને ખૂબ દુઃખ થયું. હૃદયમાં ભારે વેદના ઉદ્દભવી. આ વાત તેણે રાજાને જણાવી. વિશેષમાં દુઃખપૂર્વક કહ્યું: “હે રાજન! તમારી જ રાજધાનીમાં કઈ અભિગ્રહના કારણે આટલા બધા દિવસ પ્રભુ મહાવીર ભિક્ષા વગરના રહે, ખરેખર ધિક્કાર છે આપણને ” રાજાને પણ આઘાત લાગ્યો પ્રાતઃકાળે રાજાએ સુગુપ્ત મંત્રીને પ્રભુનો અભિગ્રહ જાણવા આજ્ઞા કરી. મંત્રીએ કહ્યું: “મહારાજ ! પ્રભુની વિચારધારા જાણવી સહજ વાત નથી. તેમનો અભિગ્રહ ગૂઢ જણાય છે.”
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org